તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક્સક્લૂઝિવ:કોરોનાનો નવો ટ્રેન્ડ, બાળકોમાં મુખ્ય લક્ષણ ઝાડા, થાયમસ ગ્રંથિથી રિકવરી રેટ ફાસ્ટ, બાળકો પરિવાર માટે સુપર સ્પ્રેડર બને છે

રાજકોટ11 દિવસ પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
  • બાળકોની રોગ પ્રતિકારક શક્તિ સારી હોવાથી પરિવારને કોરોનાનો ચેપ લાગે છે
  • હોમ આઇસોલેટના ઘર બહાર લગાવાતા સ્ટીકરો બંધ થયા, બાળકોના ટેસ્ટિંગ જરૂરી

રાજકોટમાં કોરોનાનું દ્રશ્ય દિવસેને દિવસે ડરામણું થતું જાય છે. રોજ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. બીજી તરફ આ વખતે એટલે કે નવા ટ્રેન્ડમાં બાળકો પણ કોરોનાની ઝપટે ચડ્યા છે. ગોલ્ડ મેડાલિસ્ટ બાળરોગ નિષ્ણાંત અને ઓપીડીમાં કોરોનાગ્રસ્ત બાળકોની સારવાર કરતા ડો.મેહુલ મિત્રાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નવા ટ્રેન્ડમાં બાળકોને ઝાડા થવા તે મુખ્ય કોરોનાનું લક્ષણ બની ગયું છે. ઝાડા સાથે તાવ આવવો અને શરદી-ઉધરસના લક્ષણો હોય તો માતા-પિતાએ ચેતી જવું જોઇએ. જોકે બાળકોમાં 80 ટકા ઉપર રિકવરી રેટ છે. રોગપ્રતિકારક શક્તિ સારી હોવાથી તેઓ ઝડપથી સાજા પણ થઇ જાય છે. બાળકોમાં થાયમસ ગ્રંથિ હોવાથી તેનો રિકવરી રેટ ફાસ્ટ છે. 0થી 10 વર્ષના બાળકોએ અલગ અલગ રસીઓ મૂકાવેલી હોય છે જેને લઇ તેમાં રોગપ્રતિકારક શક્તિ વધેલી હોય છે. જેને લઇ થાયમસ ગ્રંથિ રિકવરી થવામાં મદદરૂપ બને છે. બાળકોમાં કોરોનાનું પ્રમાણ વધવાનું કારણ પરિવારના લોકો પણ ટેસ્ટ કરવા આગળ આવ્યા છે. સુત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે રાજકોટમાં 7 દિવસમાં 150થી વધુ બાળકોને કોરોનાની અસર હોવાનું જાણવા મળ્યું છે.

બાળકોનો રિકવરી રેટ સારો હોવાથી 4-5 દિવસમાં સાજા થાય છે
રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.પંકજ બુચના જણાવ્યા પ્રમાણે સિવિલ હોસ્પિટલમાં માત્ર ત્રણ બાળક કોરોનાની સારવાર હેઠળ છે. મુખ્ય લક્ષણ ઝાડા થવાનું જોવા મળી રહ્યું છે. બાળકોનો રિકવરી રેટ સારો હોવાથી ચાર-પાંચ દિવસમાં જ તેઓ સાજા થઇ જાય છે. નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, આ વખતે બાળકોમાં કોરોનાનું પ્રમાણ વધવા પાછળ પરિવારની ટેસ્ટિંગ પ્રત્યેની જાગૃતતા છે. બીજી તરફ પહેલા કોરોના આવતો હતો ત્યારે ઘરની બહાર સ્ટીકર મારવામાં આવતું હતું. પરંતુ હવે આ નિયમ નીકળી જતા બાળકો હરતા-ફરતા કોરોનાગ્રસ્તના સંપર્કમાં કે કોઇના ઘરમાં આવી જતા પ્રમાણ વધી જાય છે.

બાળકોના શરીરમાં થાયમસ ગ્રંથિ હોય છે.
બાળકોના શરીરમાં થાયમસ ગ્રંથિ હોય છે.

ગત વર્ષે 0થી 10 વર્ષના 260 બાળકો કોરોનાગ્રસ્ત બન્યા હતા
રાજકોટમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને બાળકોમાં કેસનું પ્રમાણ કેટલું છે તે જાણવા મનપાના આરોગ્ય શાખાનો સંપર્ક કરતા અત્યાર સુધીમાં 0થી 10 વર્ષના 260 બાળકો કોરોના પોઝિટિવ આવ્યા છે. આ પૈકી કોઇ પણ કેસ હજુ સુધી ગંભીર થયો નથી અને મોર્ટાલિટી રેટ પણ ઝીરો છે. બાળકોની સારવાર અંગે સિવિલ હોસ્પિટલમાં તબીબો સાથે ચર્ચા કરતા તેમણે જણાવ્યું હતું કે, બાળકોના શરીરમાં થાયમસ ગ્રંથિ હોય છે. આ ગ્રથિનું કામ રોગપ્રતિકારક શક્તિ વિકસાવવાનું હોય છે અને તે સમય જતા જતા નાની થતી જાય છે.

બાળકોમાં ન્યુમોનિયા જેવી ગંભીર અસર થતી નથી.
બાળકોમાં ન્યુમોનિયા જેવી ગંભીર અસર થતી નથી.

બાળકોને ન્યુમોનિયા જેવી ગંભીર અસર થતી નથી
કદાચ આ ગ્રંથિને કારણે કોરોના બાળકોના ફેફસાં સુધી પહોંચી જતો નથી એટલે જ તેમને ન્યુમોનિયા જેવી ગંભીર અસર થતી નથી. આ ઉપરાંત બાળકોના ફેફસાં પણ ડેવલપિંગ ફેઝમાં હોય છે અને ડેમેજ થયા હોતા નથી તેથી તે કારણે પણ સંભવ છે કે બ્લડ ક્લોટિંગ થતું અટકે છે. હાલ સિવિલ હોસ્પિટલમાં 3 બાળકો સારવાર લઈ રહ્યાં છે અને તમામ સ્ટેબલ છે. જોકે હવે કોરોનાગ્રસ્ત બાળકોમાં ડાયેરિયા થવાની સમસ્યા સૌથી વધુ આવી રહી છે.

બાળકો ચાર-પાંચ દિવસમાં સાજા થઇ જાય છે.
બાળકો ચાર-પાંચ દિવસમાં સાજા થઇ જાય છે.

રાજકોટમાં રોજ 300થી વધુ બાળકોમાં તાવ, ઝાડા-ઉલ્ટીના લક્ષણો
ડો.મેહુલ મિત્રાએ વધુમાં જણાવ્યું હતું કે, બાળકોના ટ્રેન્ડમાં તાવ, ઝાડા, ઉલ્ટીનું પ્રમાણ વધુ છે. રાજકોટ શહેરમાં રોજ 300થી વધુ બાળકોમાં તાવ, ઝાડા-ઉલ્ટીના લક્ષણો જોવા મળી રહ્યાં છે. ડોક્ટર તરીકે અમે તેને કોરોના શંકાસ્પદ ગણીને આગળ વધતા હોઇએ છીએ. પરંતુ બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ સારી હોવાથી તેઓ ઝડપથી રિકવર થાય છે. ખાસ કરીને બાળકોમાં A સિમ્પ્ટોમિક લક્ષણ હોય તો બાળકને કોઇ જ તકલીફ થતી નથી. પરિવારના લોકો બાળકો વચ્ચે જ રહેતા હોય છે, રમાડતા હોય છે, નાના બાળકને એક રૂમમાં પુરી રાખવું પણ શક્ય હોતું નથી. જેથી કરીને ઘરમાં વૃદ્ધ હોય તો તેની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે આથી કોરોનાગ્રસ્ત બાળક મારફત તેને કોરોનાનો ચેપ લાગે છે. આથી બાળક પરિવાર માટે સુપર સ્પ્રેડર બને છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો