તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:અર્પણ ફાઉન્ડેશન તરફથી ગ્રામીણ વિસ્તારમાં વૃક્ષારોપણ કરાયું

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અર્પણ ફાઉન્ડેશન અને ભારત વિકાસ પરિષદ આનંદનગર શાખા દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં વૃક્ષારોપણ અભિયાન હાથ ધર્યું હતું. જે પૈકી 157 રોપાઓ વાવવામાં આવ્યા હતા. આરોગ્ય કેન્દ્ર, પંચાયત કચેરી, તાલુકા શાળા, ઉચ્ચત્તર માધ્યમિક શાળા, સ્મશાનગૃહ, ગામડાના મુખ્ય માર્ગો પર રોપાઓ વાવવામાં આવ્યા અને તેનું જતન કરવા ગ્રામજનોને અપીલ કરી હતી. પ્રમુખ પ્રફુલભાઇ ગોસ્વામી, કારોબારી સભ્ય અશ્વિનગીરી ગોસ્વામી, કરશનભાઇ મેતા, રસીકગીરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. લોકોને વધુમાં વધુ વૃક્ષારોપણ કરવામાં માટે ફાઉન્ડેશન તરફથી અપીલ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...