તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:ટ્રાવેલ્સ ટેક્સી સંચાલકોનો ટેક્સ ભરવા સામે વિરોધ

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજકોટ ટ્રાવેલ્સ ટેક્સી એસોસિએશને કોમર્શિયલ વાહનો પર આરટીઓનો ટેક્સ ભરવા બાબતે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. આ અંગે રાજકોટમાં રજૂઆત કર્યા બાદ હવે ગાંધીનગરમાં જશે અને પોતાની સમસ્યા જણાવશે. રાજકોટ આરટીઓમાં કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, એક વર્ષમાં કોઈ ધંધો થયો નથી. જેને કારણે કોઈ આવક થઈ નથી.આવી પરિસ્થિતિમાં ટેક્સ ભરવામાં માફી આપવી જોઇએ.

રાજકોટ ટ્રાવેલ્સ ટેક્સી એસોસિએશનના પ્રમુખ જયદીપસિંહ રાણાએ વધુમાં જણાવ્યું હતું કે, એક વર્ષમાં રાજકોટથી કોઇ ગાડી અન્ય રાજ્યોમાં ગઇ નથી અને અન્ય રાજ્યોની ગાડી રાજકોટમાં આવી નથી. એટલું જ નહિ કોઈ બીજા દેશના પ્રવાસી અહીં મુલાકાત માટે આવ્યા નથી. જેને કારણે આખા વર્ષમાં કોઇ વ્યવસાય થયો નથી. જ્યારે બાળકોની સ્કૂલ ફી સહિતના ખર્ચા યથાવત્ રહ્યા છે. આવી કફોડી પરિસ્થિતિમાં રાહત આપવાને બદલે ટેક્સ બમણો કરી નાખવા અંગે જણાવ્યું છે કે, મહામારીના સમય પૂરતો કોમર્શિયલ વાહનોના ટેક્સ માફી આપો અન્યથા જૂના ટેક્સમાં કોઇ વધારો ન કરવો જોઇએ.

ટેક્સ માફી અંગે આરટીઓને રજૂઆત કર્યા બાદ હવે કલેક્ટરને અને ગાંધીનગરમાં પણ આ સમસ્યા રજૂ કરાશે. રાજકોટ ટ્રાવેલ્સ ટેક્સી એસોસિએશનના 350 સભ્યે આ પ્રકારની રજૂઆત કરી છે. કોરોના મહામારીના કારણે ટ્રાવેલ્સ સંચાલકોના ધંધાને માઠી અસર પહોંચી છે. ત્યારે તેઓએ વારંવાર રાજકોટ ખાતે તેમને અડચણરૂપ ટેક્સ મુદ્દે રજૂઆતો કરી હતી. પરંતુ યોગ્ય ઉકેલ ન આવતા હવે ગાંધીનગરમાં રજૂઆત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો