તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:રાજકોટમાં ટ્રાવેલ્સ-ટેક્ષી એસો.એ RTO કચેરીમાં વાર્ષિક ટેક્સ અંગે વિરોધ નોંધાવ્યો, કહ્યું- ટેક્સ ભરવો કે પરિવારનું ગુજરાન ચલાવવું

રાજકોટ5 મહિનો પહેલા
  • 100 જેટલા લોકો ટેમ્પો લઇ વિરોધ કરવા પહોંચ્યા

રાજકોટમાં ટ્રાવેલ્સ-ટેક્ષી એસોસિએશન દ્વારા આજે RTO કચેરી ખાતે એકઠા થઇ વાર્ષિક ટેક્સમાંથી રાહત આપવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. રાજકોટ RTO દ્વારા ટેક્સ રકમમાં વધારો કરવામાં આવતા વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં 100 જેટલા લોકો ટેમ્પો લઇ વિરોધ કરવા પહોંચ્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં ટ્રાવેલ સંચાલકોએ કહ્યું હતું કે, કોરોનામાં ટેક્સ ભરવો કે પરિવારનું ગુજરાન ચલાવવું. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી રાજકોટ RTO દ્વારા વાર્ષિક 18,000 ટેક્સ લેવામાં આવતો હતો. જે આ વર્ષથી વધારી 36,000 કરી દેવામાં આવતા વિરોધ નોંધાવ્યો હતો.

લોકો ટેમ્પો લઇ વિરોધ કરવા પહોંચ્યા હતા
લોકો ટેમ્પો લઇ વિરોધ કરવા પહોંચ્યા હતા

એક વર્ષમાં ટેક્સ 18 હજારથી વધારીને 36 હજાર કરાયો
રાજકોટમાં ટ્રાવેલ્સ-ટેક્ષી એસોસિએશન દ્વારા 100 જેટલા લોકો સાથે મળી ટેમ્પો લઇ RTO કચેરી ખાતે વિરોધ કરવા પહોંચ્યા હતા. વાર્ષિક ટેક્સમાં ડબલ વધારો કરવામાં આવતા તમામ લોકો સાથે મળી વિરોધ કરવા પહોંચ્યા હતા. ટેક્સી એસોસિએશનના પ્રમુખ જયદીપસિંહ રાણાએ જણાવ્યું હતું કે, કોરોનાકાળ વચ્ચે છેલ્લા એક વર્ષથી ધંધા-રોજગાર ભાંગી ગયા છે. ત્યારે આ બધા વચ્ચે RTO દ્વારા ટેક્સ 18,000થી ડબલ કરી 36,000 કરવા નિર્ણય કર્યો છે. જેના વિરોધમાં અમે આજે એકઠા થયા છીએ. અમારી માંગ છે કે, જ્યાં સુધી પરિસ્થિતિનો હલ ન આવે ત્યાં સુધી RTO દ્વારા કોઇ પણ ટેક્સ કે કોઇ પણ ફીમાં વધારો કરવામાં ન આવે.

મહામહેનતે ટ્રાવેલ્સ-ટેક્ષી એસોસિએશનના લોકોને રોક્યા
મહામહેનતે ટ્રાવેલ્સ-ટેક્ષી એસોસિએશનના લોકોને રોક્યા

સરકાર વિરોધી નારા લગાવી વિરોધ દર્શાવ્યો
આ વિરોધ પ્રદર્શનમાં ટ્રાવેલ્સ-ટેક્ષી એસોસિએશન દ્વારા 100 જેટલા લોકોએ આ સરકાર ટેક્સ વધારે છે, સરકારને પ્રજાની દરકાર નથી, અહીંયા જ આત્મવિલોપન કરો તેવા સરકાર વિરોધી નારા લગાવ્યા હતા. આ વિરોધ પ્રદર્શનને કંટ્રોલ કરવામાં RTO પોલીસ પણ આવી હતી અને મહામહેનતે ટ્રાવેલ્સ-ટેક્ષી એસોસિએશનના લોકોને રોક્યા હતા.

એક વર્ષથી ધંધા-રોજગાર ભાંગી ગયા છે
એક વર્ષથી ધંધા-રોજગાર ભાંગી ગયા છે
અન્ય સમાચારો પણ છે...