આપઘાત:વેજા ગામે યુવાને ફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વેજા ગામે રહેતા પરપ્રાંતીય યુવાને પોતાની ઓરડીમાં ગળા ફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધી છે. આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. કાલાવડ રોડ પર આવેલા વેજા ગામે રહેતા જેમાં કાજુભાઇ પ્રતાપભાઇ ભેડા નામના યુવાને ઓરડીમાં લાકડાંની આડીમાં ચૂંદડી બાંધી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે.

બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસમથકના એએસઆઇ અજયસિંહ ચુડાસમા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસ તપાસમાં મૃતક મૂળ મધ્યપ્રદેશનો વતની હતો. અને છેલ્લા સાત વર્ષથી રાજકોટમાં રહીને ખેતમજૂરી કામ કરતો હતો. કાજુભાઇએ ક્યા કારણોસર જિંદગી ટૂંકાવી તે અંગેનું કારણ જાણવા મળ્યું નથી. બનાવથી 10 માસની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

અન્ય સમાચારો પણ છે...