આંદોલન:રાજકોટમાં પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા મુદ્દે ટ્રાન્સપોર્ટરોએ વિરોધ પ્રદર્શન યોજ્યું, 500 જેટલા ટ્રકના પૈડા અટક્યા

રાજકોટએક વર્ષ પહેલા
  • 1 ઓગસ્ટથી લોડિંગ અનલોડિંગમાં ટ્રાન્સપોર્ટરો મજૂરી નહીં ચૂકવાવનો નિર્ણય કર્યો

ગુજરાતમાં સતત વધતા જતા પેટ્રોલ ડિઝલના ભાવ વધારાના કારણે ટ્રાન્સપોર્ટરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજ રોજ ફરી રાજકોટના ટ્રાન્સપોર્ટનગર ખાતે 500 જેટલા ટ્રકના પૈડા થંભાવી ટ્રાન્સપોર્ટરો દ્વારા હડતાલ કરવામાં આવી હતી જેમાં 'જીસકા માલ ઉસકા અમાલ માંગ' સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

500 જેટલા ટ્રકના પૈડા અટક્યા
500 જેટલા ટ્રકના પૈડા અટક્યા

500 જેટલા ટ્રકના પૈડા અટક્યા
આજ રોજ રાજકોટમાં ટ્રાન્સપોર્ટનગર ખાતે 500 જેટલા ટ્રાન્સપોર્ટરો હડતાલ કરી સરકાર સમક્ષ પોતાની માંગ રજૂ કરી હતી. 'જીસકા માલ ઉસકા અમાલ' ની મુખ્ય માંગ સાથે ટ્રાન્સપોર્ટરોએ હડતાલ કરી વિરોધ નોંધાવ્યો હતો. એ સાથે 1 ઓગસ્ટથી લોડિંગ-અનલોડિંગમાં ટ્રાન્સપોર્ટરો મજૂરી નહીં ચૂકવાવનો નિર્ણય કર્યો હતો. અર્થાત ટ્રાન્સપોર્ટરો દ્વારા મજૂરોને ગાડી ખાલી કરવી- ભરવી તથા માલ ચડાવવો અને ઉતારવાના પૈસા ચુકવામાં નહીં આવે.તેથી હવે જે વેપારીના માલની ડિલિવરી કરવાની હશે. તેમણે મજૂરોને લોડિંગ-અનલોડિંગમાં મજૂરી ચુકવવાની રહેશે.

ટ્રાન્સપોર્ટર નરેન્દ્રસિંહ પરમાર
ટ્રાન્સપોર્ટર નરેન્દ્રસિંહ પરમાર

ટ્રાન્સપોર્ટના ભાડામાં પણ 15% જેટલો વધારો કરી દેવામાં આવ્યો છે
ઉલ્લેખનિય છે કે ગઇકાલે રાજકોટના ટ્રાન્સપોર્ટ એસોસિએશનના આગેવાનોએ માર્કેટિંગ યાર્ડ ખાતે વેપારીઓ અને આગેવાનો સાથે એક બેઠક યોજી હતી. આ અંગે ટ્રાન્સપોર્ટર નરેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે, ડાલા પેટે એક પણ રૂપિયો ટ્રાન્સપોર્ટર દ્વારા ચુકવવામાં આવશે નહિ એ વેપારીઓએ જ ચૂકવાવનો રહેશે. આ સાથે બાયોડિઝલ પર પ્રતિબંધ લાગતા ટ્રાન્સપોર્ટના ભાડામાં પણ 15% જેટલો વધારો કરી દેવામાં આવ્યો છે જેની અસર પણ ટ્રાન્સપોર્ટરો પર પહોંચતી હોવાનું સામે આવી રહ્યું છે.