વિરોધ:જીએસટીમાં ઈ-વે બિલના નવા નિયમ સામે ટ્રાન્સપોર્ટર્સનો વિરોધ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • તપાસ ઘનિષ્ઠ કરતા ટેક્સચોરી વધુ પકડાઈ રહી છે
  • અધિકારી, તંત્રે નવા નિયમમાં લાંબા રૂટની મુશ્કેલી વધારી : ટ્રાન્સપોર્ટર્સ

રાજકોટ જીએસટીની મોબાઈલ સ્ક્વોડની ટીમે એક માસમાં ઈ-વે બિલ વગર એક માસમાં 45 વાહન પકડી પાડ્યા છે. અને તેની પાસેથી રૂ.1 કરોડ ટેક્સની વસૂલાત કરી છે. આ વખતે વધુ ટેક્સચોરી પડકાઈ હોવાનો અધિકારીઓનો દાવો છે. જે અંગેનું કારણ આપતા અધિકારી કહે છે કે, મોબાઈલ સ્ક્વોડે વધુ તપાસ કરી છે. જ્યારે ટ્રાન્સપોર્ટર્સે ઈ-વે બિલના નવા નિયમ સામે વિરોધ નોંધાવ્યો છે. જે અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવશે.

નવા નિયમ સામે રાજકોટના ટ્રાન્સપોર્ટ એસો.ના પ્રમુખ હસુભાઈ ભગદેવે જણાવ્યું છે કે, પહેલા 100 કિલોમીટરની અંદર માલ મોકલવા માટે ઈ-વે બિલની વેલિડિટી એક દિવસની હતી. નવા નિયમ મુજબ 200 કિલોમીટરની અંદર માલ મોકલવો હશે તો એક દિવસની સમયમર્યાદા હશે. નજીકના રૂટ પર વધુ ટેક્સચોરી થઈ રહી છે તેને અટકાવવાને બદલે લાંબા રૂટ પર નવા નિયમો બનાવ્યા તે અયોગ્ય છે.

ઈ-વે બિલ ન હોવાના આવા કારણો અપાય છે
1. સાહેબ હું તો કાયમ ઈ-વે બિલ લઈને જ નીકળું છું આજે જ ભુલાઈ ગયું અને આજે જ હું પકડાયો છું.
2. અમારી કંપનીમાં જે મેતાજી અથવા તો એકાઉન્ટન્ટ કામ કરે છે એમનો સ્વભાવ ભુલક્કડ છે. જે વારંવાર ઈ-વે બિલ કાઢવાનું ભૂલી જાય છે.
3. હું ઈ-વે બિલ જનરેટ કરવા જ જતો હતો ત્યાં જ લાઈટ ચાલી ગઇ. ઈ-વે બિલ જનરેટ કરવાની રાહમાં ગાડીને રોકી શકાય એવું હતું નહિ.
4. નવા એકાઉન્ટન્ટને રાખ્યા છે તેને ઈ-વે બિલ કાઢતા આવડતું નથી.

અન્ય સમાચારો પણ છે...