સમીક્ષા બેઠક:વાહન વ્યવહાર મંત્રી રૈયાણીએ રાજકોટના અધિકારીઓ સાથે બેઠક કરી, હિરાસર એરપોર્ટ, એઇમ્સ હોસ્પિટલ સહિતના અધૂરા પ્રોજેક્ટ ઝડપથી પુરા કરવા આદેશ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કલેક્ટર કચેરીએ બેઠક યોજાઇ હતી. - Divya Bhaskar
કલેક્ટર કચેરીએ બેઠક યોજાઇ હતી.
  • રાજકોટ જિલ્લાના વિવિધ વિકાસ કામોની પ્રગતિની સમીક્ષા કરી

રાજ્યના વાહન વ્યવહાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અરવિંદભાઇ રૈયાણીના અધ્યક્ષસ્થાને રાજકોટ જિલ્લાના વિવિધ સરકારી વિભાગના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં રૈયાણીએ રાજકોટ જિલ્લાના વિવિધ વિકાસ કામોની પ્રગતિની સમીક્ષા કરી હતી અને અધૂરા પ્રોજેક્ટસને ઝડપથી પૂર્ણ કરવા સબંધિત વિભાગના અધિકારીઓને તાકીદ કરી હતી.

રોડ, પાણી, વીજળી, આરોગ્યની સુવિધા માટે અધિકારીઓને કાર્યરત રહેવા સુચના આપી
રાજકોટનું હિરાસર એરપોર્ટ, એઇમ્સ હોસ્પિટલ, રિજિઓનલ સાયન્સ મ્યુઝિયમ, વિવિધ ઓવરબ્રિજ, ઝનાના હોસ્પિટલ, ડિસ્ટ્રીક્ટ કોર્ટ, પ્રવાસન સ્થળોના વિકાસ વગેરે સહિતના પ્રગતિ હેઠળના વિકાસકામોની સમીક્ષા રૈયાણીએ કરી હતી. લોકોને પાયાની સુવિધા જેવી કે રોડ, પાણી, વીજળી, આરોગ્યની સુવિધા માટે મુશ્કેલી ન પડે તે માટે અધિકારીઓને કાર્યરત રહેવા મંત્રીએ સુચના આપી હતી. સમગ્ર બેઠકનું સંચાલન કલેક્ટર અરૂણ મહેશ બાબુએ કર્યું હતું.

બેઠકમાં રાજકીય નેતાઓ અને અધિકારીઓ હાજર રહ્યા
આ બેઠકમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, ધારાસભ્ય ગોવિંદ પટેલ અને રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખા સાગઠિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદર સહિતના પદાધિકારીઓ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા, પીજીવીસીએલના એમ.ડી. વરૂણ બરનવાલ, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, પોલીસ અધિક્ષક બલરામ મીણા, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, અધિક નિવાસી કલેક્ટર કેતન ઠક્કર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.