કોરોના રાજકોટ LIVE:શહેરમાં સંક્રમણ વધ્યું, આજે નવા 3 કેસ દાખલ, એક્ટિવ કેસની સંખ્યા 15 પર પહોંચી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • બેંગકોક ફરીને રાજકોટ આવેલા યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

રાજકોટ શહેરમાં આજે ફરી નવા 3 કેસ દાખલ થયા છે. છેલ્લા 4 દિવસથી કોરોનાના કેસમાં વધારો આવ્યો છે. સોમવારે વધુ બે નવા કેસ આવ્યા સામે આવ્યા હતા. ગઈકાલે વધુ બે કેસ નોંધાતા છેલ્લા ચાર દિવસમાં પોઝિટિવ કેસની સંખ્યા વધીને 9 થઈ છે. ગઇકાલે યુનિવર્સિટી રોડ પર રહેતા 41 વર્ષના યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આરોગ્ય શાખાએ યુવાનનો સંપર્ક કરી ટ્રાવેલ હિસ્ટ્રી પૂછતા જાણવા મળ્યું હતું કે, તે યુવાન બેંગકોક ફરવા ગયો હતો અને 3 તારીખે જ એટલે કે 3 દિવસ પહેલા જ પરત આવ્યો હતો. આ કારણે બેંગકોકથી જ યુવાનને કોરોનાનો ચેપ લાગ્યો હોવાની શક્યતા વધી ગઈ છે.

બેંગકોકથી ફરીને આવેલો યુવાન કોરોનાગ્રસ્ત
બીજા કેસમાં શારદાનગરમાં રહેતા 59 વર્ષીય વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. વૃદ્ધા ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા નથી તેમજ કોઇ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા ન હોવાનું જણાવ્યું છે. તેઓ ખાનગી હોસ્પિટલના ઓબ્ઝર્વેશન હેઠળ હોમ આઈસોલેટ થયા છે. આ સાથે રાજકોટમાં એક્ટિવ કેસ 12 થયા છે. આરોગ્ય કેન્દ્રમાં નોંધાયેલી વિગત મુજબ છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુનો એક કેસ નોંધાતા ડિસેમ્બરથી અત્યાર સુધીની કેસની કુલ સંખ્યા 10 થઈ છે. જ્યારે ચાલુ સપ્તાહમાં શરદી-ઉધરસના 200 કેસ, સામાન્ય તાવના 74, ઝાડા-ઊલટીના 91 દર્દી નોંધાયા છે.

રવિવારે 4 પોઝિટિવ કેસ નોંધાયા હતા
રવિવારે વિદેશથી આવેલી બે યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં જર્મનીથી 5 દિવસ પહેલા જ રાજકોટ આવેલી 29 વર્ષીય યુવતી બીમાર પડતા તેના સેમ્પલ લેવાયા હતા. જેમાં કોરોનાનું નિદાન થયું છે. તે હાલ યુનિવર્સિટી રોડ પર રહે છે અને હોમ ક્વોરન્ટીન છે. જ્યારે દુબઈથી સપ્તાહ પહેલા આવેલી 27 વર્ષની યુવતીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બંને કેસમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં જ છે પણ આરોગ્ય શાખાને શંકા છે કે વિદેશથી ભારત સુધીમાં ટ્રાવેલિંગ દરમિયાન કોઇનો ચેપ લાગી ગયો હોઇ શકે. આ ઉપરાંત ગોંડલ રોડ પર ગીતાનગરમાં રહેતા 58 વર્ષીય અને ઘંટેશ્વર ગામે રહેતા 62 વર્ષીય બે વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે આ બંને કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા નથી.