તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતમાં પ્રથમ:કોરોનાને હરાવવા કિન્નર સમાજ મેદાને, રાજકોટમાં ટ્રાન્સજેન્ડરોનું વેક્સિનેશન કરવામાં આવ્યું

રાજકોટ4 દિવસ પહેલા
  • સમાજ સુરક્ષા વિભાગ અને મનપાના સંયુક્ત ઉપક્રમે વેક્સિનેશન કેમ્પ યોજાયો

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વેક્સિનેશનને લઇ જુદી જુદી અફવાઓ અને અંધશ્રદ્ધાને કારણે વેક્સિન પ્રમાણમાં ઓછું થઇ રહ્યું છે. વેક્સિનેશન વધારવા માટે હવે આરોગ્ય વિભાગની સાથે વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને મનોવિજ્ઞાન ભવન જોડાયેલું છે. રાજકોટમાં આજે ખાસ ટ્રાન્સજેન્ડર માટે વેક્સિનેશન કેમ્પનું આયોજન સમાજ સુરક્ષા વિભાગ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સાથે મળી કરવામાં આવ્યું છે.

35 ટ્રાન્સઝેન્ડરને વેક્સિન આપવામાં આવી
રાજકોટ જિલ્લા કલેક્ટરની સૂચનાથી સમાજ સુરક્ષા વિભાગ દ્વારા રાજકોટ મહાનગપાલિક સાથે મળી હાથીખાના ચોક પાસે આવેલી નવયુગ સ્કૂલ ખાતે ટ્રાન્સજેન્ડર માટે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમા આજ રોજ 35 ટ્રાન્સજેન્ડરને વેક્સિન આપવામાં આવી હતી. ટ્રાન્સજેન્ડરના લક્ષ્ય ગૃપ અને કિન્નરો માટે આ વેક્સિનેશન વિશે પ્રથમ તમામને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને બાદમાં આજે તમામને વેક્સિન આપવામાં આવી હતી.

આગામી દિવસોમાં દિવ્યાંગો માટે વેક્સિનેશન કેમ્પ યોજાશે
લોકોમાં રહેલ અંધશ્રદ્ધા દૂર કરવા અને વેક્સિનેશન માટે જાગૃતતા આવે માટે ખાસ આજે ટ્રાન્સજેન્ડર વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમાજમાં એક ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા દિવ્યાંગોની સંસ્થા સાથે મળી વેક્સિનેશન કેમ્પનું આયોજન પણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...