કથિત કમિશનકાંડ:રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના PSI જોગરાણાની અમદાવાદ ગ્રામ્યમાં બદલી, તેના પર 12 કરોડની જમીન ખાલી કરવા દબાણ કર્યાના આક્ષેપ

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસ કમિશનર કચેરીની ફાઈલ તસવીર - Divya Bhaskar
પોલીસ કમિશનર કચેરીની ફાઈલ તસવીર
  • હવે PSI જી.એસ.ગઢવી ક્રાઇમ બ્રાન્ચના મુખ્ય અધિકારીઓ હેઠળ નહિ પણ DCP ઝોન 1ની સૂચના હેઠળ કામ કરવાનું રહેશે

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, PSI જોગરાણા અને ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવી સામે ધારાસભ્ય ગોવિંદ પટેલે કમિશનબાજીનો આક્ષેપ કર્યા બાદ દરરોજ નવા નવા ફણગા ફૂટી રહ્યા હતા. જેને પગલે ક્રાઈમ બ્રાન્ચના PSI જોગરાણાની અમદાવાદ ગ્રામ્યમાં બદલી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે તેના પર 12 કરોડની જમીન ખાલી કરવા દબાણ કર્યાના આક્ષેપ પણ એક અરજદારે કર્યો હતો.

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના PSI ઉપેન્દ્ર જોગરાણા વિવાદમાં આવ્યા
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના PSI ઉપેન્દ્ર જોગરાણા વિવાદમાં આવ્યા અને તેમના પર કુવાડવા રોડ પર પટેલ વિહાર રેસ્ટોરન્ટ પાછળની 12 કરોડની જમીન ખાલી કરવા દબાણ કર્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. PSI પર માત્ર 35 લાખ આપી પતાવટ કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ જગ્યા પર જૈન દેરાસર બનાવવા માટે જગ્યા ખાલી કરવા દબાણ કર્યું હોવાનો આરોપ ભોગ બનનાર દિપક ભરવાડ દ્વારા કરવામાં આવ્યો છે.

DCP ઝોન 1ની સૂચના હેઠળ કામ કરશે
PSI ઉપેન્દ્ર જોગરાણાની બદલી થતા હવે જગ્યાએ થોરાળા પોલીસ સ્ટેશનના PSI જી.એસ.ગઢવી સહિત 5 પોલીસ કર્મીની નિમણૂક કરાઈ છે. જ્યાં PSI જી.એસ.ગઢવી ક્રાઇમ બ્રાન્ચના મુખ્ય અધિકારીઓ હેઠળ નહિ પણ DCP ઝોન 1ની સૂચના હેઠળ કામ કરવાનું રહેશે. અને ડીસીપી ઝોન 1ના 6 પોલીસ સ્ટેશન હેઠળના કોઈપણ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં કામગીરી કરી શકશે