ચૂંટણીલક્ષી તાલીમ:રાજકોટ જિલ્લામાં EVM-VVPETનું સંચાલન,મોકપોલ અને મતદાન સંબંધી પ્રક્રિયા અંગે 500 પોલિંગ અધિકારીઓની તાલીમ યોજાઈ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મતદાર યાદી સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું - Divya Bhaskar
મતદાર યાદી સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું

રાજ્યમાં યોજાનાર આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત, જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીમાં ફરજ સોંપવામાં આવી હોય તેવા વિવિધ ઝોનલ અધિકારીઓની ચૂંટણીલક્ષી કામગીરી માટે એક તાલીમનુ આયોજન રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં EVM-VVPETનું સંચાલન,મોકપોલ અને મતદાન સંબંધી પ્રક્રિયા અંગે 500થી વધુ પોલિંગ અધિકારીઓને તાલીમ અપાઈ હતી.

EVMની ટેકનિકલ તાલીમ અપાઈ
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ આજે 70-રાજકોટ દક્ષિણ મતક્ષેત્રના 500થી વધુ પ્રિસાઈડિંગ ઓફિસરો તથા 500થી વધુ પ્રથમ પોલિંગ અધિકારીઓની તાલીમ યોજવામાં આવી હતી. રાજકોટ દક્ષિણના ચૂંટણી અધિકારી કે.જી. ચૌધરી તેમજ માસ્ટર ટ્રેનર ચિરાગ કાલરિયા, અરૂણ દવે સહિતના તાલીમ અધિકારીઓ દ્વારા બૂથ પર મતદાનની કામગીરી, EVM તથા VVPETનું સંચાલન, મતદાર યાદી સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે તાલીમાર્થીઓને મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. 20થી વધુ આઈ.ટી.આઈ.ના સ્ટાફ દ્વારા પણ તાલીમાર્થીઓને EVMની ટેકનિકલ તાલીમ પણ આપવામાં આવી હતી.

પ્રથમ પોલિંગ ઓફિસરને તાલીમબદ્ધ કરાયા
આજે 74-જેતપુર વિધાનસભા મતવિસ્તારના પ્રિસાઈડિંગ અધિકારીઓ તેમજ પ્રથમ પોલિંગ ઓફિસર અને ઝોનલ અધિકારીઓની તાલીમ જી.કે.સી.કે. બોસમિયા કોલેજ, જૂનાગઢ રોડ, જેતપુર ખાતે યોજવામાં આવી હતી. અહીંના ચૂંટણી અધિકારી નિમેશ પટેલના માર્ગદર્શન હેઠળ ચૂંટણી કાયદા, નિયમો-માર્ગદર્શિકાઓ તેમજ EVM, મોકપોલ, ચૂંટણી સાહિત્ય, મતદાન સંબંધી પ્રક્રિયા અંગે તમામ તાલીમાર્થી સ્ટાફને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમમાં ૧૪૨ પ્રિસાઇડિંગ ઓફિસર, 193 પ્રથમ પોલિંગ ઓફિસર તેમજ 32 જેટલા ઝોનલ ઓફિસર, સખી બૂથના આઠ પ્રિસાઇડિંગ ઓફિસર, આઠ પ્રથમ પોલિંગ ઓફિસરને તાલીમબદ્ધ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...