CCDCમાં નિષ્ણાતો માર્ગદર્શન આપશે:રાજકોટમાં 10મીથી નાયબ મામલતદારની ભરતીના તાલીમ વર્ગો યોજાશે

રાજકોટ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કરિયર કાઉન્સેલિંગ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર (CCDC) દ્વારા તા. 10 ઓગસ્ટથી જી.પી.એસ.સી. નાયબ સેક્શન અધિકારી તથા નાયબ મામલતદાર વર્ગ–3ની 80 જગ્યા માટેના પ્રિલિમ્સનાં કોચિંગ વર્ગોનું આયોજન કરાયું છે.

આ તાલીમ વર્ગમાં જી.પી.એસ.સી. નાયબ સેક્શન અધિકારી, વર્ગ–3 અને નાયબ મામલતદાર, વર્ગ–3 ની જગ્યાઓ માટેના પ્રાથમિક અભ્યાસક્રમ મુજબ ભારતનો ઈતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભારતીય બંધારણ, ભૂગોળ, ભારતીય અર્થતંત્ર અને આયોજન, પર્યાવરણ, વિજ્ઞાન અને ટેક્નોલોજી, સામાન્ય બૌદ્ધિક ક્ષમતા વગેરેની સઘન તાલીમ આપવામાં આવશે.

તાલીમ વર્ગમાં જોડવા ઈચ્છતા ઉમેદવારોએ 8 ઓગસ્ટ સુધીમાં સી.સી.ડી.સી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે તેમનું રજિસ્ટ્રેશન ફોર્મ ટોકન શુલ્ક સાથે બે પાસપોર્ટ ફોટા, જી.પી.એસ.સી. નાયબ સેક્શન ઓફિસર / નાયબ મામલતદારનું ઓનલાઈન ભરેલ એપ્લિકેશન ફોર્મની ઝેરોક્ષ, ગ્રેજ્યુએશન માર્કશીટની ઝેરોક્સ, આઈ.ડી.પ્રૂફ સાથે જમા કરાવવું પડશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, સીસીડીસી મારફત રાજ્ય સરકાર અને ભારત સરકારમાં સરકારી નોકરીઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની પરિણામલક્ષી તાલીમ રેગ્યુલર સ્વરૂપે વિષય નિષ્ણાતો મારફત આપાવામાં આવે છે અને તેમાં તાલીમ મેળવી અનેક તેજસ્વી છાત્રોએ સરકારી નોકરી પ્રાપ્ત કરી છે. સીસીડીસીમાં નિયમિત રીતે સ્પર્ધાત્મક પરીક્ષામાં તાલીમ વર્ગો યોજાય છે.

અન્ય સમાચારો પણ છે...