રાજકોટ-મોરબી હાઈવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જ્યાં બે કાર અને ઓટો રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 6 લોકોને ગંભીર ઇજા પહોંચી છે. જેને પગલે તમામને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.અકસ્માતને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.
અવારનવાર અકસ્માત થાય છે
આ અકસ્માત એટલો ગંભીર હતો કે રીક્ષા પડીકું વળી ગઈ હતી જયારે અન્ય 2 કારને પણ ઘણું નુકસાન પહોંચ્યું હતું. હાલ 108 મારફત ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. નોંધનીય છે કે,રાજકોટ મોરબી હાઇવે પર જાણે યમરાજ ડેરા તંબુ બાંધીને બેઠા હોય તેમ અવારનવાર અકસ્માતના બનાવ સામે આવે છે. આજથી 10 મહિના પૂર્વે પણ કચ્છના યાત્રિકો દર્શન કરી પરત ફરતા હતા ત્યારે કરૂણાંતિકા સર્જાઈ હતી.
10 મહિનો પહેલા પણ અકસ્માત સર્જાયો હતો
આજથી 10 મહિનો પહેલા રાજકોટ મોરબી હાઇવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જ્યાં ગૌરીદડ ગામ નજીક કન્ટેનર, ઇકો કાર અને મોટરસાયકલ એકબીજા સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતા. જ્યારે અન્ય 6થી 7 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. એ સમયે કારને પૂરપાટ ઝડપે ધસી આવેલા કન્ટેઇનરે ઉડાવી બે બાઇકને પણ ઉલાળ્યા હતા. કારમાં બેઠેલા કચ્છના મહિલાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે સાત લોકોને ઇજા થતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.