રાજકોટ ક્રાઇમ ન્યુઝ:GIDCમાં ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બાઈક ચાલકનું મોત

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ટ્રકે અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત - Divya Bhaskar
ટ્રકે અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત
  • પત્નીએ મહિલા પોલીસમાં ફરિયાદ દાખલ કરતા પતિએ ઝેરી દવા પીધી
  • ગોંડલમાં છરીની અણીએ ચોરી કરતો ઈસમ ઝડપાયો
  • આર્થિક સંકડામણથી કંટાળી શ્રમીકે આપઘાતનો પ્રયાસ કર્યો

રાજકોટ શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના આજી GIDC વિસ્તારમાં બાઇક સવાર આધેડને ટ્રકે અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ આધેડ રાજકોટની રાધા કૃષ્ણ સોસાયટીમાં રહેતા સુરેશભાઈ છગનભાઈ નિમાવત (ઉ.વ.45) હોવાનું સામે આવ્યું છે. મૃતકને અગાઉ હાથના ભાગે ઇજા પહોંચી હોવાથી આજ રોજ ડ્રેસિંગ કરાવવા જતા હતા દરમિયાન ટ્રક ચાલકે તેને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

આર્થિક સંકડામણથી કંટાળી શ્રમીકે આપઘાતનો પ્રયાસ કર્યો
રાજકોટ શહેરના 80 ફુટ રોડ પર મફતીયાપરામાં રહેતાં અને અઠવાડીયા પહેલા જ ઉત્તર પ્રદેશથી રાજકોટ મજૂરી કામ કરવા આવેલા લટ્ટુ સંજયભાઇ સોનકર (ઉ.વ.19)એ ઉંદર મારવાની દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી જે બાદ આજીડેમ પોલીસે આવી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં લટ્ટુ ત્રણ ભાઇ અને એક બહેનમાં નાનો હોવાનું સામે આવ્યું છે. લટ્ટુએ પોલીસ સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે અઠવાડીયા પહેલા રાજકોટ આવી કારખાનામાં કામે લાગ્યો હતો. ત્યાં ગઇકાલે વતનમાંથી ફોન આવ્યો હતો અને પાંચ હજાર રૂપિયા તત્કાલ મોકલવા કહેતાં પૈસાની વ્યવસ્થા ન થઇ શકી હોઇ ચિંતાને કારણે ઝેરી દવા પી લીધી હતી.

શ્રમીકે આપઘાતનો પ્રયાસ કર્યો
શ્રમીકે આપઘાતનો પ્રયાસ કર્યો

ગોંડલમાં છરીની અણીએ ચોરી કરતો ઈસમ ઝડપાયો
ગોંડલમાં ગત તારીખ 6 મેંના રોજ પરેશભાઇ છગનભાઇ દુધરેજીયા ઉ.વ.40 એ રૂપીયા આપવાની ના પાડતા આરોપી રમણીક પરમારએ ગાળો આપી પેન્‍ટના નેફામાંથી છરી કાઢી ફરીયાદીનું મોઢુ દબાવી મારી નાખવાના ઇરાદે ફરીયાદીના ગળાના ભાગે છરીનો ઘસરકો કરી ગળાના ભાગે ગંભીર જીવલેણ ઇજા કરી હતી. જેને પગલે ગોંડલ સીટી પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જે આધારે આજુબાજુ વિસ્‍તારના CCTV ફુટેજ ચેક કરવામાં આવેલ અને રખડતુ ભટકતું જીવન જીવતા અને ભીક્ષાવૃતી કરતા ઇસમોને પુછપરછ કરેલ તેમજ CCTV ફુટેજ દ્વારા મળેલ આરોપી અંગે માહીતી એકઠી કરી રાજકોટ એલસીબીની ટિમ દ્વારા ચોક્‍સ બાતમી આધારે નાસતા ફરતા આરોપી રમણીક ઉર્ફે ટીનો નાથાભાઇ પરમાર (ઉ.વ.26) નાનડીયા દલીતવાસ માણાવદરને ગોંડલમાંથી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પકડાયેલ આરોપી અગાઉ માણાવદર પોલીસ સ્ટેશનમાં મારામારીના તથા પ્રોહીબિશનના કેસમાં પોલીસ ચોપડે ચડી ગયો હોવાનું સામે આવ્યું છે.

આરોપી રમણીક પરમાર
આરોપી રમણીક પરમાર

પત્નીએ મહિલા પોલીસમાં ફરિયાદ દાખલ કરતા પતિએ ઝેરી દવા પીધી
ગોંડલ રોડ પ૨ એસ.ટી.વર્ક શોપ પાછળ ખોડીયા૨નગ૨માં ૨હેતા અમૃત મોહનભાઈ પ૨મા૨ (ઉ.વ.24)નામના યુવકે રાત્રે 9 વાગ્યે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગ૨ પોલીસને જાણ કરી હતી. યુવકના કહેવા મુજબ પોતે મજૂરી કામ કરે છે અને બે ભાઈ એક બહેનમાં નાનો છે. પોતાના લગ્ન દોઢેક વર્ષ પહેલા જ ત્યાં ઘ૨થી નજીક આંબેડક૨નગ૨માં ૨હેતી તૃપ્તી સાથે થયા છે. બંન્ને વચ્ચે ચડભડ થતી હોવાથી તે ત્રણેક મહિનાથી માવત૨ના ઘરે રીસામણે છે. તેણીએ મારા વિરુધ્ધ મહિલા પોલીસમાં અ૨જી કરી હોવાથી ગઈકાલે મહિલા પોલીસ મથકમાંથી ફોન આવતા હત્પં ત્યાં નિવેદન લખાવવા માટે ગયો હતો. હવે શું થશે શું નહીં ? તે બીકમાં ઘરે આવી ઝે૨ પીધું હતું. આગળની તપાસ માલવીયાનગ૨ પોલીસે હાથ ધરી છે.

પતિએ ઝેરી દવા પીધી
પતિએ ઝેરી દવા પીધી

શાપરમાં કારખાનામાંથી 200 કિલો એલ્યુમીનીયમની ચોરી
રાજકોટ ગોંડલ હાઇવે પર શાપર ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ફરી તસ્કર ટોળકી સક્રીય થઈ હોય તેમ ફરીથી પડવલા ગામે આવેલ બાલાજી કાસ્ટીંગ નામના કારખાનાને નિશાન બનાવી રૂમના દરવાજાના નકુચા તોડી અંદર રહેલ એલ્યુમીનીયમની પેટર્ન 200 કિલો અને શેડમાં રાખેલ બીડની કાસ્ટીંગ 370 કીલો મળી કુલ 64,800 કિંમતના મુદામાલની અજાણ્યા શખ્સો ચોરી કરી ગયાની ફરિયાદ શાપર પોલીસ મથકે નોંધાઈ છે. હાલ પોલીસે સમગ્ર મામલે CCTV ફુટેજના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.