રાજકોટ ક્રાઇમ ન્યુઝ:ચોરીના ગુનામાં જેલમાંથી બહાર આવી તસ્કરે 15 દિવસમાં ફરી 5 ચોરીને અંજામ આપ્યો, ડિસમીસથી તાળુ તોડી ઘરોમાં ઘૂસતો

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી શાહરુખ પઠાણ અને છોટુ સોલંકીની ધરપકડ. - Divya Bhaskar
આરોપી શાહરુખ પઠાણ અને છોટુ સોલંકીની ધરપકડ.

રાજકોટ શહેરમાં છેલ્લા 15 દિવસમાં અલગ અલગ વિસ્તારોમાં થયેલ પાંચ જેટલી ઘરફોડ ચોરીનો ભેદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉકેલી દેવામાં આવ્યો છે. પોલીસે એક સગીર સહિત 3 આરોપીની ધરપકડ કરી ગુનામાં વપરાયેલ ઓટો રિક્ષા, પાંચ મોબાઈલ, ડિસમીસ તેમજ બદામ પિસ્તા અને કિસમિસના પેકેટ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. જેમાં આરોપી છોટુ ચોરીના જ ગુનામાં જેલમાં સજા કાપી બહાર આવ્યો હતો 15 દિવસમાં ફરી 5 ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરો ડિસમીસથી તાળુ તોડી ઘરોમાં ઘૂસતા હતા.

છોટુ ઉર્ફે જેન્તીએ 15 દિવસમાં 5 ચોરીને અંજામ આપ્યો
રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શાહરુખ પઠાણ, છોટુ ઉર્ફે જેન્તી સોલંકી અને એક સગીરની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલ આરોપીઓ છેલ્લા 15 દિવસમાં અલગ અલગ 5 જેટલી ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં આરોપીઓ ડિસમીસની મદદથી તાળું તોડી અથવા ઉપરના ભાગે છત કે પતરા તોડી અંદર પ્રવેશ કરી ચોરીને અંજામ આપી સરખા હિસ્સામાં રૂપિયા વહેંચી દેતા હતા. ઉલ્લેખનીય છે કે, પકડાયેલ આરોપીઓ પૈકી છોટુ ઉર્ફે જેન્તી સોલંકી છેલ્લા સાડા ત્રણ વર્ષથી પોરબંદર જેલમાં ઘરફોડ ચોરીના ગુનામાં સજા કાપી છેલ્લા દોઢ મહિનાથી બહાર આવ્યો હતો. પરંતુ છેલ્લા 15 દિવસમાં અલગ અલગ 5 ચોરીના ગુનાને અંજામ આપી ચૂક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

મારામારીના વાઇરલ વીડિયો મામલે પોલીસે 7 શખસની ધરપકડ કરી.
મારામારીના વાઇરલ વીડિયો મામલે પોલીસે 7 શખસની ધરપકડ કરી.

વાઇરલ વીડિયો અંગે સાત આરોપીની પોલીસે કરી ધરપકડ
રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મવડી ચોક નજીક જાહેર રસ્તા પર વાહન ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે મારામારી કરતા હોવાના બે દિવસ પહેલાના વાઇરલ વીડિયો અંગે પોલીસે વીડિયોમાં દેખાતા અને યુવકને માર મારતા સાત આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસે રોહિત રાઠોડ, યશ અગ્રાવત, દિવ્યેશ સરવૈયા, આર્યન સોરઠીયા, નિખિલ સગપરિયા, સોહમ ગોસ્વામી અને જયદીપ પીઠડીયાન ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સાયબર ક્રાઈમે અરજદારને છેતરપિંડીના રૂપિયા પરત અપાવ્યા.
સાયબર ક્રાઈમે અરજદારને છેતરપિંડીના રૂપિયા પરત અપાવ્યા.

સાયબર ક્રાઇમ પોલીસે મહિલાને 69,000ની રોકડ રકમ પરત કરાવી
રાજકોટના રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે ગુણાતીતનગરમાં રહેતી અરજદાર ક્રિષ્નાબેન મનસુખલાલ માકડીયાને કોઈ શખ્સે PAYTMના કર્મચારી હોવાની ખોટી ઓળખ આપી KYC અપડેટ કરવાના બહાને પ્લે સ્ટોરમાથી એની ડેસ્ક નામની એપ ડાઉનલોડ કરાવી ખાતામાંથી OTP મારફતે રૂ.69,000 ઉપાડી લીધા હતા. જે અંગે સાયબર ક્રાઇમ પોલીસમાં અરજી થતાં પોલીસે આજે રકમ ફરી પરત અપાવી છે.

અન્ય સમાચારો પણ છે...