તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:સિગ્નલના ટાઈમિંગ યોગ્ય નહિ હોવાથી ટ્રાફિક જામ

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • સમસ્યા અંગે ચેમ્બરે પોલીસને રજૂઆત કરી

આૈદ્યોગિક ઝોન ગણાતા મેટોડા જીઆઈડીસી ખાતે રાજકોટથી ઉદ્યોગકારો,વેપારી,કર્મચારી અને મજૂરો જઈ રહ્યા છે. વાહનોની અવરજવર દિવસ રાત ચાલતી હોય છે. ત્યારે નાનામવા રોડ પર આવેલ ટ્રાફિક પોઈન્ટ પર જે સિગ્નલ રાખવામાં આવેલ છે. તે ખૂલવાની સમયમર્યાદા યોગ્ય નહિ હોવાથી વાહનચાલકોને મુશ્કેલી પડી રહી હોવાનું ચેમ્બરે જણાવ્યું છે અને આ અંગે પોલીસ કમિશનરને રજૂઆત કરી છે.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે પોલીસ કમિશનરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, આ એકમો પર ખાનગી વાહનો ઉપરાંત ઔદ્યોગિક એકમોની સ્ટાફ બસ, માલવાહક સાધનો અવરજવર કરતા હોય છે. તેઓને સાંજે પરત આવવાના સમયે ટ્રાફિક પોઈન્ટ પર સિગ્નલ બંધ રાખવાની સમયમર્યાદા 180 સેકન્ડ રાખવામાં આવેલી છે, જ્યારે સિગ્નલ ખૂલવા માટેની સમયમર્યાદા 40 સેકન્ડ રાખવામાં આવેલી છે. જેને કારણે વાહનચાલકોના ઈંધણ અને સમયનો વ્યય થાય છે. અને સિગ્નલ ખૂલતાની સાથે જ એકસાથે પ્રવાહમાં વાહનો નીકળે છે અને ટ્રાફિક સમસ્યા સર્જાઈ છે.

જો કેકેવી હોલ ચોકના સિગ્નલ ટાઈમિંગ સિસ્ટમ મુજબ અમલીકૃત રાખવામાં આવે અને સાંજે 6.00 થી 8.00 પરત જવા માટે અથવા તો આખો દિવસ કાયમી ધોરણે સિગ્નલ બંધ કરવાની સેકન્ડમાં ઘટાડો કરી સિગ્નલ ખોલવાની સેકન્ડમાં મહત્તમ 60 સેકન્ડનો વધારો કરવામાં આવે જેથી કરીને ઉદ્યોગકારો તથા વાહનચાલકોને પડતી ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવી શકાય. ટ્રાફિક સમસ્યાની વધતી તકલીફોને દૂર કરવા તંત્રને રજૂઆત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો