બેઠક:ડેરી પ્રોડક્ટ્સ પર જીએસટીના વિરોધમાં વેપારીઓની કાલે બેઠક

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જીએસટી કાઉન્સિલની તાજેતરમાં મળેલી બેઠકમાં અનાજ, માખણ, દહીં, લસ્સી, દૂધ જેવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પર પાંચ ટકા જીએસટી લાગુ કરાયો હતો, જેની સીધી અસર સામાન્ય નાગરિકો પર પડશે. આ પાંચ ટકા જીએસટીને કારણે નાના વેપારીઓને મુશ્કેલી પડશે જ્યારે મોટી બ્રાન્ડનો વેપાર વધશે. જીએસટીના આ પાંચ ટકા સ્લેબ માટે તમામ રાજ્યોના નાણામંત્રીઓ જવાબદાર હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે,આ નિર્ણયથી મોટી બ્રાન્ડનો ઉપયોગ વધશે તેમ જ સામાન્ય લોકો દ્વારા લેવામાં આવતી વસ્તુઓ મોંઘી બનશે.

વેપારીઓ સંસ્થાઓ દ્વારા દેશભરમાં આ નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે, જેથી કોન્ફિડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કેટ) દ્વારા સરકારના આ નિર્ણયનો વિરોધ વ્યક્ત કરવા માટે દેશભરમાં વેપારીઓની મીટિંગ કરાઈ રહી છે. 12 જુલાઈએ અમદાવાદમાં રાજ્યના વેપારીઓની મીટિંગ બોલાવાઈ છે. કેટના ગુજરાત ચેપ્ટરના પ્રમુખે જણાવ્યું કે, જીએસટી કાઉન્સિલની મીટિંગમાં તમામ રાજ્યોની સંમતિથી આ બિલ પસાર કરાયું છે. નાણામંત્રીને મેમોરેન્ડમ આપી પેકિંગની વસ્તુઓ પર જીએસટીનો નિર્ણય પાછો ખેંચી લેવાની માગણી કરાશે.

અન્ય સમાચારો પણ છે...