તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટ:જીવન જરૂરિયાતની ચીજવસ્તુમાં કાળાબજાર, શહેરમાં વેપારીઓ મનફાવે તેવા ભાવ વસૂલે છે

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • દિવ્ય ભાસ્કરની ટીમે 6 વિસ્તારમાં રિયાલિટી ચેકિંગ કર્યું, એક જ વસ્તુના દરેક વિસ્તારમાં અલગ અલગ ભાવ
  • ભાવવધારા સામે ગ્રાહકો અવાજ ઉઠાવે છે તો વેપારીઓ કહે છે કે, ઉપરથી માલની સપ્લાય ઓછી છે ભાવ હજુ વધી શકે

રાજકોટઃ લોકડાઉનને કારણે લોકો જીવન જરૂરિયાતની ચીજવસ્તુનો સંગ્રહ કરવા લાગ્યા છે તો સામે વેપારીઓ પણ આ તકનો લાભ લઇ રહ્યા છે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુના કાળાબજાર થઈ રહ્યા છે. વેપારીઓ મનફાવે તેવા ભાવ વસૂલ કરી રહ્યા છે. દિવ્ય ભાસ્કરે ગાયત્રીનગર મેઈન રોડ, ગુંદાવાડી, સોરઠિયાવાડી, રેલનગર, અમીન માર્ગ અને નાનામવા મેઈન રોડ, દાણાપીઠ, ઉપલાકાંઠે એમ અલગ અલગ વિસ્તારમાં જઇને રિયાલિટી ચેકિંગ કર્યું તો જીવન જરૂરિયાતની ચીજવસ્તુના ભાવ અલગ અલગ વસૂલાય રહ્યા છે. ભાવવધારા સામે ગ્રાહકો અવાજ ઉઠાવે તો વેપારીઓ કહે છે કે, વસ્તુ લઇ લો હજુ ભાવ વધી શકે છે. પરિણામે નાછૂટકે લોકો ઊંચા ભાવે પૈસા ચૂકવીને વસ્તુની ખરીદી કરે છે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુના ભાવ વધુ હોવા છતાં તંત્ર ભાવબાંધણું નથી કર્યું જેને કારણે લોકોને ઊંચી કિંમત ચૂકવીને વસ્તુ ખરીદ કરવી પડે છે.

ગ્રાહકે કહ્યું કે, ચણાનો લોટ રૂ. 66માં લઇ ગયો’તો, વેપારી બોલ્યા કે કાકા  ભૂલી જા
ગાયત્રીનગર મેઈન રોડ પર ગાયત્રી પ્રોવિઝન સ્ટોર પર દિવ્ય ભાસ્કરની ટીમે વસ્તુના ભાવ પૂછ્યા હતા. જેમાં ચણાના લોટના કિલોના રૂ. 75, ખાંડ રૂ. 40, મગ રૂ. 120, એક લિટર તેલ કપાસિયા રૂ.105, ચણાના રૂ.80 કહ્યા હતા. આ સમયે એક વડીલ ગ્રાહક ચણાનો લોટ ખરીદ કરવા આવ્યા હતા. જેના જવાબમાં વેપારીએ કહ્યું કે, કાકા એ આવતું હતું, ભૂલી જાવ. જ્યારે આ જ વિસ્તારની અન્ય બે દુકાનમાં ચણાના લોટનો ભાવ રૂ. 70 હતો અને સોરઠિયા વાડીમાં કરિયાણાની દુકાને ચણાના લોટનો ભાવ રૂ. 80 વસૂલાતો હતો.

રેલનગર કરતા અમીન માર્ગ પર દાળના રૂ.18 વધુ
રેલનગરમાં તુવેરદાળનો ભાવ રૂ. 82 કહ્યા હતા. જ્યારે અમીન માર્ગ અને નાનામવા રોડ પર તુવેરદાળનો ભાવ રૂ. 95-110 હતો. રેલનગરમાં દેશી ચણાનો ભાવ રૂ. 95, ચોળી નાની રૂ. 140, ચણાદાળ રૂ. 65, મગ રૂ. 120, ખાંડ રૂ. 41 હતો. જ્યારે અમીન માર્ગ પર ચણા સફેદ રૂ. 80-85,ચણા રૂ.65-70ના કિલો વેચાતા હતા. અને ઉપલાકાંઠે મગનો ભાવ રૂ. 90 હતો. 

ગુંદાવાડી વિસ્તારમાં ખીચડિયા ચોખાના રૂપિયા 35 અને દાણાપીઠમાં રૂપિયા 30 
ગુંદાવાડી અને દાણાણીઠમાં જથ્થાબંધ ખરીદી માટે લોકો વધુ આવતા હોય છેેે. ત્યાં પણ ભાવ અલગ અલગ હતા. જેમાં ગુંદાવાડીમાં ખીચડિયા ચોખાના રૂ. 35 કહ્યા હતા અને દાણાપીઠમાં રૂ. 30 વસૂલવામાં આવ્યા હતા. જ્યારે ગુંદાવાડીમાં ચણાનો ભાવ રૂ.120 હતો, ખાંડ રૂ. 42, મગનો રૂ. 120 હતો અને દાણાપીઠમાં ચણાનો ભાવ રૂ. 70, ચણાદાળ રૂ. 70, મગદાળ રૂ. 120, તુવેરદાળ રૂ. 90, ખાંડ રૂ. 40, ચણાનો ભાવ રૂ.110 વસૂલવામાં આવતો હતો. 

કપાસિયા તેલમાં ડબ્બે રૂ.200 થી 300 વધ્યા 
લોકડાઉન જાહેર થયું તે પહેલા સિંગતેલના ડબ્બાએ રૂ. 2100ની સપાટીએ કુદાવી હતી. લોકડાઉન પછી તો બજારમાં સિંગતેલ મળતું જ નથી. કપાસિયા તેલના ભાવમાં પણ ડબ્બે રૂ.200થી 300નો ઉછાળો જોવા મળ્યો છે. ગાયત્રીનગરમાં મગનલાલ ટેકચંદ નામની દુકાન ધરાવતા વેપારીએ કહ્યું હતું કે, તેલ માટે તો અમારે પણ હેરાનગતિનો સામનો કરવો પડે છે. કપાસિયા તેલમાં જે ડબ્બાનો ભાવ પહેલા રૂ.1300 હતા તેના હવે રૂ.1600 વસૂલ કરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...