તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડુંગળીની આવકમાં વઘારો:રાજકોટની ડુંગળી ખરીદવા માટે રાજ્ય બહારના વેપારી આવ્યા, રોજની 70 હજાર કિલોની આવક

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

નાસિકમાં ડુંગળીનો પાક પૂરો થઈ જવાથી અન્ય રાજ્યના વેપારીઓ આ વખતે સૌરાષ્ટ્રમાં ડુંગળી ખરીદી કરવા માટે આવ્યા છે. મહુવા, ભાવનગર અને ગોંડલ બાદ બીજા રાજ્યના વેપારીઓ ગુરુવારે રાજકોટ યાર્ડમાં આવ્યા હતા. જેમણે 30 હજાર કટ્ટાની ખરીદી કરી હતી. ડિમાન્ડ વધતા ડુંગળીનો ભાવ ઊંચો ગયો છે. ગુરુવારે રૂ. 30 થી 60ની કિલો લેખે વેચાઈ હતી. હાલ યાર્ડમાં રોજની 7 હજાર ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ રહી છે.

ગુરુવારે યુપી, પંજાબ, બિહાર, એમ.પી. અને આંધ્રપ્રદેશમાંથી વેપારીઓ ખરીદી કરવા માટે રાજકોટ પહોંચ્યા હતા. રાજકોટમાં આજુ બાજુ ગ્રામ્ય વિસ્તારમાંથી આવક થઈ રહી છે.નાસિકમાં પાછોતરો પાક પૂરો થઈ જતા બીજા રાજ્યના વેપારીઓ સૌરાષ્ટ્રની મુલાકાતે આવ્યા છે. જેમાં સૌથી વધુ ખરીદી તેઓ ગોંડલ, રાજકોટ, મહુવા અને ભાવનગર યાર્ડમાંથી કરે છે.

સૌરાષ્ટ્રની ડુંગળી મીઠ્ઠી હોવાથી બીજા રાજ્યના વેપારીઓ અહીંથી ખરીદી કરવાનો આગ્રહ રાખે છે. એક બાજુ ડુંગળીની નિકાસને મંજૂરી આપી દેવામાં આવી છે. જેને કારણે ડુંગળીની ડિમાન્ડ પહેલા કરતા વધી છે અને ભાવમાં પણ ઉછાળો આવ્યો છે. જેને કારણે ખેડૂતોને પૂરતા ભાવ મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો