સાયબર ક્રાઈમ:રાજકોટમાં વેબસાઈટ ડિઝાઈનિંગના વેપારીનું ડોમેઇન પૂર્વ ભાગીદારે ગો ડેડી વેબસાઈટથી હેક કરી 3 કરોડથી વધુ રકમમાં વેચવા કાઢ્યું, ધરપકડ

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોલીસે આરોપીની ધરપકડ કરી. - Divya Bhaskar
પોલીસે આરોપીની ધરપકડ કરી.
  • અગાઉ ધંધો સાથે કરતા હોય ધંધાકીય હરિફાઈના કારણે પૂર્વ ભાગીદારના IDની આરોપીને જાણ હતી

રાજકોટ અને મોરબીમાં લીંક સોલ્યુશન નામની વેબસાઈટ ડિઝાઈનિંગનું અને મોબાઈલ એપ ડેવલામપેન્ટનું કામ કરતા વેપારીનું પૂર્વ ભાગીદારે ગો ડેડી નામની વેબસાઇટથી ID હેક કર્યું હતું. તેમજ વેપારીના અડધો ડઝન ડોમેઈન 3 કરોડથી વધુ રકમમાં વેચાણ માટે મૂકી દીધા હતા. આ અંગે વેપારીએ ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી પૂર્વ ભાગીદારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપીએ ધંધાકીય ખાર રાખી ID હેક કર્યાનું રટણ રટ્યું હતું.

વેપારીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી
પોલીસના જણાવ્યા મુજબ 150 ફૂટ રિંગ રોડ પર રહેતા આનંદભાઈ હેમંતભાઈ ભોરણીયાએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી તરીકે તેનો પૂર્વ ભાગીદાર મોરબીના રવાપર ગામે રહેતો દિવ્યેશ જેન્તીભાઈ ગામીનું નામ આપ્યુ હતું.

ધંધાકીય હરિફાઈના કારણે આરોપીએ આ પ્લાન ઘડ્યો હતો
ફરિયાદીએ ફરીયાદમાં જણાવ્યા મુજબ ગો ડેડી નામની વેબસાઇટમાં તેમના પૂર્વ ભાગીદારે ડોમેઇન હેક કરી બારોબાર તેમની જાણ બહાર 3 કરોડથી વધુ રકમમાં વેચવા મૂકી દીધું હતું. આથી પોલીસે આઇટી એક્ટ 2000ની કલમ 66(સી) અને 66 (ડી) હેઠળ ગુનો નોંધી દિવ્યેશ ગામીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીની પૂછપરછ કરતા અગાઉ ધંધો સાથે કરતા હોય ધંધાકીય હરિફાઈના કારણે તેને પૂર્વ ભાગીદારના IDની જાણ હોય તેના ડોમેઈન હેક કરી પરવાનગી વગર વેચાણ માટે ઓનલાઈન પ્લેટફોર્મ પર મુક્યું હોવાની કબૂલાત આપી હતી.

અન્ય સમાચારો પણ છે...