રાજકોટના ક્રાઈમ ન્યૂઝ:ઓનલાઈન લેપટોપ ખરીદવા જતાં વેપારીએ રૂ.11.55 લાખ ગુમાવ્યા, કામથી કંટાળેલા શાકભાજીના ધંધાર્થીએ ગળેફાંસો ખાધો

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાયબર ક્રાઈમે વેપારીને રૂપિયા પરત અપાવ્યા. - Divya Bhaskar
સાયબર ક્રાઈમે વેપારીને રૂપિયા પરત અપાવ્યા.

રાજકોટના માયાણીનગર પાસે બેકબોન સોસાયટી પાછળ રહેતા કેતનભાઈ સોલંકીએ લેપટોપ ખરીદવા માટે ગૂગલમાં ઓનલાઈન નંબર સર્ચ કરી વેપારીનો નંબર મેળવી લેપટોપ ખરીદવા અંગેના ભાવ તાલ નક્કી ર્ક્યા હતા. ત્યારબાદ રૂ.11.55 લાખનું પેમેન્ટ પણ કરી દીધુ હતું. તેમજ સામા પક્ષે વેપારીએ લેપટોપનો જથ્થો નિયત સમયે મોકલી આપવા બાહેંધરી તેમજ વિશ્વાસ આપ્યો હતો. પરંતુ બાદમાં સામા પક્ષના વેપારીએ છેતરપિંડી કર્યાની અરજી કેતનભાઈએ સાયબર ક્રાઈમમાં કરી હતી. જ્યારે શહેરના હનુમાન મઢી પાસે કામ કરવાથી કંટાળેલા શાકભાજીના ધંધાર્થીએ ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવ્યું જાણવા મળ્યું છે.

સાબર ક્રાઈમે સામેના વેપારીનું ખાતું સીઝ કરાવી રૂપિયા પરત મેળવ્યા
સમય વિતી ગયા બાદ પણ લેપટોપ કેતનભાઈને ન મળતા સામાપક્ષે પેમેન્ટ ર્ક્યુ તે વેપારીને કોલ કરતા વેપારીએ કેતનભાઈના મોબાઈલ નંબર બ્લોકમાં નાખી દીધો હતો અને મોબાઈલ પણ સ્વીચ ઓફ કરી દીધો હતો. તેમજ મોબાઈલ પર મળેલ સરનામું અને ઘરના એડ્રેસ પર તપાસ કરતા તે પણ ખોટું હોવાનું માલુમ પડ્યું હતું. ત્યારબાદ છેતરપીંડીનો ભોગ બન્યા હોવાનું માલુમ પડતા કેતનભાઈએ રાજકોટ સાયબર સેલ વિભાગમાં પોતાની અરજી આપી હતી અને અરજી પરથી સ્ટાફે મોબાઈલ લોકેશનના આધારે ગઠીયાનો નંબર મેળવી જે ખાતામાં બેલેન્સ પહોંચ્યુ તે ખાતુ સીઝ કરાવી તમામ રકમ કેતનભાઈને પરત અપાવી હતી. સાયબર સેલ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોઈ પણ ચીજવસ્તુની ઓનલાઈન ખરીદી કરીએ ત્યારે ગૂગલ પર સર્ચ કરવામાં આવતા નંબર સાચો છે કે ખોટો તે અંગે સચોટ માહિતી મેળવી લેવી. બાદમાં કોન્ટેકટ કરી ઓનલાઈન ખરીદી કરવા સાવચેત ર્ક્યા હતાં.

હનુમાન મઢી પાસે શાકભાજીના ધંધાર્થીનો આપઘાત
હનુમાન મઢી પાસે શિવપરામાં રહેતાં પરેશભાઈ હરસુખભાઈ સોલંકી(ઉં.વ.26)એ ગઈકાલે પોતાના ઘરે દીવાલના હુકમાં સાડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે પરિવારને જાણ થતાં સારવારમાં સિવિલે ખસેડાયો હતો. અહીં ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને કાગળો કરી મૃતદેહને પીએમમાં ખસેડી પરિવારની પૂછપરછ હાથ ધરી હતી. વધુમાં પોલીસે જણાવ્યા મુજબ, પરેશ શાકભાજીનો ધંધો કરતો હતો જેને કામથી કંટાળો આવતાં પગલું ભરી લીધાનું પરિવારે રટણ કર્યું હતું. મૃતક ચાર ભાઈ બહેનમાં વચેટ અને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. જેણે પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં શોક છવાયો હતો.

દારૂના અનેક ગુનામાં સંડોવાયેલો ધવલ સોલંકી પાસામાં ધકેલાયો
શહેરના કોઠારિયા રોડ વિસ્તારમાં વિદેશી દારૂના અનેક ગુનામાં સંડોવાયેલા ધવલ સોલંકીને પાસામાં જેલ હવાલે ધકેલાયો હતો. ભકિતનગર પોલીસ મથકના હેઠળના વિસ્તારમાં વિદેશી દારૂના ગુનામાં પકડાયેલ ધવલ વિજયભાઇ સોલંકીને પાસામાં ધકેલવા માટે PCB શાખાના PI એમ.બી. નકુમ, હેડ કોન્સ. રાજુભાઇ દહેકવાલ અને રાહુલગીરી ગૌસ્વામીએ દરખાસ્ત કરતા પોલીસ કમિનર રાજુ ભાર્ગવે વોરંટ ઇશ્યુ કરતા ભકિતનગર પોલીસ મથકના PI એલ.એલ. ચાવડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફે ધવલ વિજયભાઇ સોલંકીની પાસા હેઠળ અટકાયત કરી વોરંટની બજવણી કરી સુરત જેલમાં ધકેલી દીધો હતો.

જકાતનાકા પાસે વીજ કરંટથી મહિલાનું મોત
મોરબી રોડ જકાતનાકા પાસે રહેતા રંજનબેન ભરતભાઈ ઈટોલીયા (ઉં.વ.55) ગઇકાલે બેડી હડમતીયામાં આવેલ સહદેવસિંહની વાડીએ મજૂરી કામે ગયા હતા. ત્યારે સાંજે ઘરે પરત ફરતી વેળાએ પાણીની મોટર ચાલુ કરવા જતાં વીજ કરંટ લાગતાં ફંગોળાઈને દૂર પટકાયા હતા. અહીં હાજર વાડી માલિક અને અન્ય શ્રમિકે તેને તાત્કાલિક સારવારમાં સિવિલે ખસેડાયા હતા. અહીં તેમનું ટૂંકી સારવારમાં મોત નીપજ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને કાગળો કરી મૃતદેહને પીએમમાં ખસેડ્યો હતો.

ગેરકાયદે હથિયાર સાથે શખ્સ ઝડપાયો.
ગેરકાયદે હથિયાર સાથે શખ્સ ઝડપાયો.

SOGએ ગેરકાયદે હથિયાર સાથે એક શખ્સની ધરપકડ કરી
શહેર SOGએ વધુ એક વખત ગેરકાયદે હથિયાર સાથે એક શખ્‍સને પકડી લીધો છે. રૈયા રોડ હનુમાન મઢી પાછળ છોટુનગર કોમ્‍યુનિટી હોલ પાસેથી ઇરફાન ઉર્ફે ઇફલો યાકુભાઇ મારફાણીને દેશી બનાવટના તમંચા અને બે જીવતા કાર્ટીસ સાથે પકડી લઇ વિશેષ તપાસ માટે રિમાન્‍ડની તજવીજ હાથ ધરવામાં આવી છે. MPનો એક શખ્‍સ આ તમંચો આપી ગયાનું તેણે રટણ કર્યુ છે. ઇરફાન અગાઉ ગાંધીગ્રામમાં મારામારીના ગુનામાં પકડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...