રાજકોટમાં અનેક લોકોના રૂપિયા ઓળવી જનાર ધનંજય નાગરીક ક્રેડીટ કો ઓપરેટીવ સોસાયટી લી. ના ભાગીદારો તેમજ એજન્ટ સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અકસ્માતમાં મૃત્યુ પામેલ શાકભાજીના વેપારીની વિધવા પત્નીએ રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 30 લાખ રૂપિયાની છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ 406, 420, 409, 114 અને 120(બી) મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
6.25 ટકા લેખે વાર્ષિક વ્યાજ ચુકવતા
વેપારીની વિધવા પત્નીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા પતિ ગત તારીખ 9 જુલાઈ 2022નાં રોજ એકસીડન્ટમાં અવસાન પામેલ છે. મારે સંતાનમા એક દીકરો અને એક દીકરી છે. હું અભણ છુ અને મને સહી કરતા આવડે છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં મારા પતિ તથા વિજયભાઇ રધુભાઇ સોલંકી સાથે ભાગમાં શાકભાજીનો ધંધો કરતા હતા. ધનંજય નાગરીક ક્રેડીટ કો ઓપરેટીવ સોસાયટી લી. રાજકોટ પેઢીનાં એજન્ટ મયુરભાઇ પાંભરના સંપર્કમાં મારા પતિ આવ્યા હતા અને મયુરભાઇએ દૈનીક બચત યોજનામાં મારા પતી સ્વ. રાજેશભાઇ કુકડીયાને જોડેલ હતા અને દૈનીક બચત યોજનાની ડાયરી જે તા.01-01-2016થી શરૂ કરેલ હતી અને મારા પતિ દ્વારા દૈનીક બચતમાં રૂપીયા 1100 લેખે દૈનીક હપ્તો શરૂ કરેલ હતો અને એ રીતે લોકો બચતનાં અંદાજે 6.25 ટકા લેખે વાર્ષિક વ્યાજ ચુકવતા હતા.
અલગ અલગ ત્રણ ચેક આપ્યા હતા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મારા પતિએ આ રકમ વર્ષ 2020 સુધી ભરેલી હતી અને તે પછી પતિએ જેઓને બચત થયેલ રકમનાં અલગ અલગ ત્રણ ચેક જે મયુરભાઇ પાંભરે આપેલ હતા. જેમાં (1) એકસીસ બેન્ક, રાજકોટના એકાઉન્ટ નંબર 916020063405561 જે ચેક નંબર નંબર 09089 નંબરનો ચેક જેમાં રકમ રૂપીયા 16,00,000 છે અને જે ચેકમાં ધનંજય ઇન્ફ્રાટેક પ્રા.લી. લખેલ છે અને તેની નીચે સહી છે તથા (2) બેન્ક ઓફ બરોડા યુનિવર્સીટીરોડ બ્રાન્ચે રાજકોટનાં બેન્ક એકાઉન્ટ નંબર-312710310000459 નો છે જે ચેક નંબર 000007 નાં છે. જે તા.17.01.2020 નો ચેક છે અને તેમાં રૂપીયા 9,00,000 નો ચેક છે અને ચેકમાં ધનંજય ડેવલોપર્સ પાર્ટનર તરીકે અંગ્રેજીમાં સહી છે.(3) એકસીસ બેન્ક રાજકોટનાં બેન્ક એકાઉન્ટ નંબર 914010014687531 ના ચેક નંબર 507952 નાં છે તે તારીખ-17.12.2020 નો ચેક છે જે ચેકમાં રકમ રૂપીયા 3,00,000 ભરાયેલ છે. જેમાં પાંભર મયુર રમેશભાઇ લખેલ નામ ઉપર અંગ્રેજીમાં સહી છે.
જસદણમાં 3 દુકાન આપવાનાં હતા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ રીતેત્રણ ચેક જે મારા પપતિને આ મયુરભાઇ પાંભરે આપેલ હતા અને તે સિવાય મારા પપતિએ રૂપીયા 2,00,000 રોકડા પણ આ મયુરભાઇ પાંભરને આપેલ હતા. જેનું કોઇ લખાણ નથી અને ઉપરોકત રૂપીયા 30 લાખના ચેક જે મારા પતીએ તેનાં બેન્ક એકાઉન્ટમાં નાખતા બાઉન્સ થયેલ હતા. તે પછી મારા પતી આ મયુરભાઇને મળતા મયુરભાઇ જણાવતા હતા કે, આ ધનંજય પેઢી જે ઉઠી ગયેલ છે અને તેણે ગામનાં ઘણાનાં પૈસા તેમાં બ્લોક થઇ ગયેલ છે અને હું પણ આ પેઢીમાંથી નિકળી ગયેલ છુ અને આ પેઢીનાં ધનશ્યામભાઇ પાંભર અને તેનાં બધા પાર્ટનરો ઉઠી ગયેલ છે અને તે પછી આ લોકો વિરૂધ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલ હોય અને અમારા રૂપીયા બદલ આ પેઢીનાં મેઇન ઘનશ્યામભાઇ પાંભર જે જસદણમાં 3 દુકાન આપવાનાં હતા.
ફોન ઉપાડતા નથી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,આ અગાઉ અમે તેમના વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરાવેલ ન હતી તે પછી મારા પતી જેઓ તા.09-07-2022 નાં રોજ અકસ્માતમાં ધ્રોલ ગામનાં પાટીયા પાસે મૃત્યું પામેલ હોય અને તે પછીનાં સમય ગાળા દરમ્યાન આજ દિન સુધી અમોએ આ ઘનશ્યામભાઇ પાંભર તેના મોબાઇલ નંબર પ૨ ફોન કરતા તેઓ ફોન ઉપાડતા નથી તેમજ મયુરભાઇ પાંભર જેઓ ને અમો અવાર નવાર ફોન કરતા તેઓ એમ જણાવે છે કે, તેઓ રૂપિયા અપાવી દેશે તેવા વાદા કરે છે. આ ધનંજય નાગરીક ક્રેડીટ કો.ઓ. સોસાયટીમાં તેનાં બીજા પાર્ટનર મીલનભાઇ નામનો માણસ છે તથા પરેશભાઇ પાંભર પણ આ ધનંજય નાગરીક ક્રેડીટ કો.ઓ. સોસાયટીમાં પાર્ટનર હોવાનું જાણવા મળેલ હતુ.
30 લાખ ઓળવી ગયા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે ધનંજય નાગરીક કો.ઓ. ક્રેડીટ સોસાયટીમાં અન્ય કોણ પાર્ટનર છે તેની ખબર નથી. આમ મારા પતીએ આ મયુરભાઇ પાંભરનાં ભરોશે દૈનીક બચત યોજનાંમાં પૈસાનું રોકાણ કરેલ હોય અને તેઓ દ્વારા તથા તેઓની શ્રી ધનંજય નાગરીક ક્રેડીટ કો.ઓ. સોસાયટી લી.નાં ઉપરોકત મુજબનાં ચેક આપી અને તે રૂપીયા 30 લાખનાં ચેક રિર્ટન થયેલ હોય અને આ ધનંજય નાગરીક ક્રેડીટ કો.ઓ. સોસાયટી લી. પણ ઉઠી ગયેલ હોય અને અમારા રૂપિયા 30 લાખ ઓળવી ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.