રેસ્ક્યૂ:ગિરગઢડામાં પૂરના પાણીમાં ટ્રોલી સાથેનું ટ્રેક્ટર તણાયું, JCBની મદદથી બે લોકોને બચાવ્યા

રાજકોટએક વર્ષ પહેલા
ટ્રેક્ટર નદીમાં તણાયું, JCBની મદદથી બે લોકોને પાણીના ધસમસતા પ્રવાહમાંથી બચાવાય.

ગિરગઢડાના હરમડિયા ગામે સંગાવાડી નદીમાં પૂરના પાણીમાં આજે ટ્રોલી સાથેનું ટ્રેક્ટર તણાયું હતું. જો કે સદનસિબે JCBની મદદથી ટ્રેક્ટર પર સવાર બે લોકોને બચાવી લેવામાં આવ્યા હતાં. ત્યાર બાદ ટ્રેક્ટર અને ટ્રોલને પણ JCBની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતાં. આ ઘટનામાં JCBની તાત્કાલીક મદદ મળી રહેતા જાનહાની ટળી હતી.