તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • TP In Vajdi Area. No. 77's Intention Announced, New TP At Ruda's Board Meeting In Addition To The Scheme, Approval Has Been Given For 60 Crore Works Of Ring Road Phase 3

મહત્વની જાહેરાત:વાજડી વિસ્તારમાં ટી.પી. નં. 77નો ઈરાદો જાહેર કરાયો, રૂડાની બોર્ડ બેઠકમાં નવી ટી.પી. સ્કીમ ઉપરાંત રિંગ રોડ ફેઝ-3ના 60 કરોડના કામોને મંજૂરી

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડ્રાફ્ટ તૈયાર નહીં થાય ત્યાં સુધી નવા બાંધકામને મંજૂરી નહીં મળે, માધાપરમાં નિષ્ફળતા બાદ પડકાર

રૂડાની 164મી બોર્ડ બેઠક ગુરૂવારે મળી હતી જેમાં સૌથી મહત્વની જાહેરાત નવી ટી.પી. સ્કીમના ઇરાદો જાહેર કરવાની રહી હતી. રૈયા સ્માર્ટ સિટી વિસ્તારની રૈયા ટી.પી. સ્કીમ 32ની સામે આવેલા વાજડીગઢમાં 310 હેક્ટર જમીન માટે નવી ટી.પી. સ્કીમ 77નો ઈરાદો જાહેર કરાયો છે. અમિત અરોરાના જણાવ્યા અનુસાર સ્માર્ટ સિટીની નજીકનો વિસ્તાર હોવાથી આ વિસ્તારનો સમાંતર વિકાસ થશે. રૂડાએ બે વર્ષ અગાઉ માધાપરમાં પણ ટી. પી. સ્કીમનો ઈરાદો જાહેર કર્યો હતો પણ તેમાં કામગીરી ન થતા બાંધકામના અનેક પ્રોજેક્ટ અટકી ગયા છે. સમય મર્યાદા વીતી જતા હવે સરકારમાં ટીપીઓની નિમણૂક માટે પ્રશ્ન ગાંધીનગર પહોંચ્યો છે.

આ કારણે નવી ટી.પી. સ્કીમનો ડ્રાફ્ટ સમયસર પૂરો કરવો પડકાર છે. જો કે આ કામ સમયસર થઈ જશે તેવી ખાતરી રુડાના ચેરમને અમિત અરોરાએ આપી છે. બોર્ડ બેઠકમાં આ સિવાય રિંગ રોડ-2 ફેઝ-3માં ગોંડલ હાઈવેથી ભાવનગર હાઈવે સુધીના 60.68 કરોડના બ્રિજ સહિતના કામોને સૈધાંતિક મંજૂરી અપાઈ છે.

આ સિવાય મનપાની સીમાથી રૂડાની સીમા વચ્ચેના સંતોષીનગરમાં 45.75 લાખના ખર્ચે રોડ તેમજ મહિકા ગામે ગંદા પાણીના નિકાલ માટે 1.87 કરોડનો ખર્ચ અને માલિયાસણ ગામે પાણીની ટાંકી બાંધવા માટે 41.669 લાખનો ખર્ચ કરવા નિર્ણય લેવાયો છે. એમઆઈજી પ્રકારના આવાસોની ઝડપી ફાળવણી કરવા આદેશ કરાયો છે. ઉપરાંત ટ્રાન્સપોર્ટનગરના રૂડાના પ્લોટ કે જેના વેચાણની મંજૂરી લેન્ડ ડિસ્પોઝલ કમિટીએ આપી છે તે નિર્ણયને બહાલી અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...