તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોટીલાના પીપરાળી ગામનો બનાવ:ઝેરી પાઉડર ભૂંગળા બટેટા પર ઉડ્યો, તે ખાવાથી ત્રણને અસર

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચોટીલાના પીપરાળી ગામે અભેરાઇ પર રાખેલા ભૂંગળા બટેટા પર કપાસમાં છાંટવાનો ઝેરી પાઉડર ઉડ્યો હતો અને તે પાઉડર વાળા ભૂંગળા બટેટા ખાવાથી ત્રણ ભાઇ બહેનને ઝેરી અસર થતાં ત્રણેયને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાંથી એકની હાલત ગંભીર છે.

પીપરાળી ગામે રહેતા અલ્કા સુખાભાઇ બાવળિયા (ઉ.વ.14), નયના સુખા (ઉ.વ.12) અને હાર્દિક સુખા (ઉ.વ.6)ને ઝેરી અસર થતાં ત્રણેયને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે બાળકોના મામા હરેશભાઇએ જણાવ્યું હતું કે, મંગળવારે સાંજે ઘરે ભૂંગળા બટેટા બનાવવામાં આવ્યા હતા જેમાંથી વધેલા ભૂંગળા બટેટા અભેરાઇ પર રાખવામાં આવ્યા હતા તેની બાજુમાં કપાસમાં છાંટવાના પાઉડરનું પોટલું પડ્યું હતું, તે પોટલામાંથી ઝેરી પાઉડર ઊડીને ભૂંગળા બટેટા પર ઉડ્યો હતો અને તે બાબતથી અજાણ બાળકોએ બીજા દિવસે સવારે તે ભૂંગળા બટેટા ખાઇ લીધા હતા અને તેની ઝેરી અસર થઇ હતી. અલ્કાની હાલત ગંભીર હોય તેને વેન્ટિલેટર પર રખાઇ હતી. એક સાથે ત્રણ ત્રણ બાળકને ઝેરી અસર થતાં બાવળિયા પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...