દુર્ઘટના:સુત્રાપાડામાં GHCLના પ્લાન્ટમાં એમોનિયા લીક થતાં ત્રણને ઝેરી અસર

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટ પોલીસની કામગીરીને બિરદાવતા રાજ્યના પોલીસવડા
  • CMની ખાતરી બાદ પેટ્રોલપંપ સંચાલકોનું આંદોલન મુલતવી

રાજકોટ શહેરમાં બાયોડીઝલના થતાં ધૂમ વેચાણની પેટ્રોલપંપ પર વિપરીત અસર આવી હતી અને ડીઝલના વેચાણમાં ઘટાડો થયો હતો, આ અંગે પેટ્રોલપંપના સંચાલકોએ રજૂઆત કર્યા બાદ આંદોલનનો પ્રારંભ કર્યો હતો, જોકે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ બાયોડીઝલનું ગેરકાયદે વેચાણ કરતા લોકો સામે કડક કાર્યવાહીની ખાતરી આપતા આંદોલન અટકાવી દેવામાં આવ્યું હતું. રાજકોટ પોલીસે પંદરેક દિવસ પૂર્વે માલિયાસણ પાસે ગેરકાયદે ચાલતા બાયોડીઝલ પંપ પર દરોડો પાડી 2500 લિટર બાયોડીઝલના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.

બીજીબાજુ રાજકોટ પોલીસની આ કામગીરીની ગાંધીનગર સુધી નોંધ લેવામાં આવી હતી, રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયાએ રાજ્યના ચાર મહાનગરના પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસવડાઓની વીડિયો કોન્ફરન્સ યોજી હતી અને તેમાં રાજકોટ પોલીસે બાયોડીઝલ અંગે કરેલા દરોડાની પ્રશંસા કરી હતી અને રાજ્યભરમાં બાયોડીઝલના ગેરકાયદે થતાં વેચાણ પર દરોડા પાડવાની સૂચના આપી હતી. રાજ્યના પોલીસવડાએ હુકમ કરતા રાજ્યના અલગ અલગ શહેરના અધિકારીઓએ રાજકોટ પોલીસનો ટેલિફોનિક સંપર્ક કરી દરોડાની એફઆઇઆર સહિતની વિગતો માગી હતી, આગામી દિવસોમાં રાજ્યભરમાં બાયોડીઝલના ધંધાર્થીઓ પર ધોંસ બોલાશે તેવાં એંધાણ વર્તાઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...