કોરોના રાજકોટ LIVE:કોરોના ખાત્મા તરફ, આજે 'શૂન્ય' કેસ, CHOની 87 જગ્યા માટે ઓપન ઈન્ટરવ્યૂ યોજાયા, મેરિટના આધારે પસંદગી

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આરોગ્યકર્મીઓની ઘટ ન વર્તાય તે માટે ત્રીજી લહેર પહેલા તૈયારી
  • કોન્ટ્રાક્ટ આધારિત ભરતીમાં 111 ઉમેદવારના ઈન્ટરવ્યૂ લેવાયા

રાજકોટમાં કોરોના ખાત્મા તરફ હોય તેવું સરકારના આંકડા પરથી સાબિત થઇ રહ્યું છે. છેલ્લા બે દિવસથી માત્ર 1-1 કેસ નોંધાય રહ્યાં છે. આજે તો સાંજ સુધીમાં એક પણ કેસ નોંધાયો નથી. ત્યારે શહેરમાં કુલ કેસની સંખ્યા 42792 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 17 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે ડિસ્ચાર્જ દર્દીની સંખ્યા શૂન્ય હતી.રાજકોટ જિલ્લાના આરોગ્ય કેન્દ્રમાં ખાલી પડેલ અને નવી મંજૂર થયેલી CHOની જગ્યાઓ પર ભરતી માટે ગઈકાલે જિલ્લા પંચાયત ખાતે ઓપન ઇન્ટરવ્યૂ યોજાયું હતું. 87 જગ્યા પર 11 મહિનાના કોન્ટ્રાક્ટ આધારિત ભરતીમાં 111 જેટલા ઉમેદવારોના ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યાં હતા.

87 જગ્યા પર 11 મહિનાના કોન્ટ્રાક્ટ આધારિત ભરતી
મેરિટ બાદ પસંદગી પામનારને નિમણૂક પત્ર આપવામાં આવશે. કોરોનાની બીજી લહેરમાં આરોગ્યકર્મીઓની અછત સર્જાઈ હતી. પૂરતા સ્ટાફના અભાવે કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર આપવી મુશ્કેલ બન્યું હતું.હવે કોરોનાની ત્રીજી લહેર આવે તે પહેલા જ આરોગ્ય વિભાગમાં ખાલી પડેલ જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે રાજકોટ જિલ્લાના આરોગ્ય કેન્દ્ર માટે CHOની નવી મંજૂર થયેલી 83 અને 4 ખાલી પડેલ જગ્યા પર ભરતી માટે ગઈકાલે જિલ્લા પંચાયત ખાતે ઓપન ઈન્ટરવ્યૂ યોજાયું હતું.

5 ઓગસ્ટે સિલેક્શન માટે બોલાવવામાં આવશે.
ગઈકાલે 87 જગ્યા માટે 111 ઉમેદવાર હાજર રહ્યાં હતા. આ તમામના ડોક્યુમેન્ટ તપાસી ઈન્ટરવ્યૂ લેવાયા હતા. સીસીસીએચ અને બીએસ.સી નર્સિંગ તેમજ પોસ્ટ બેઝિક નર્સિંગ કરેલ યુવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. આજે તમામનું મેરિટલિસ્ટ બનશે જેમાં પસંદગી પામનારને આવતીકાલે 5 ઓગસ્ટે સ્થળ સિલેક્શન માટે બોલાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...