તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જંગલેશ્વરના ફિનાઝબેન કુરેશીને કોરોના પોઝિટિવ આવ્યો ત્યારે ગર્ભવતી હતા અને બીજા જ દિવસે સિઝેરિયન કરાયું હતું. તેમણે પુત્રને જન્મ આપ્યો હતો પણ કોરોનાને કારણે બંનેને અલગ રખાયા હતા. બાળકનો રિપોર્ટ નેગેટિવ આવતા તબીબે માતાની સાથે ન રાખવાનો નિર્ણય લીધો હતો તેથી માતા-પુત્ર કદી એકબીજાને જોઈ શક્યા ન હતા. આખરે ફિનાઝબેનને કોવિડ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરીને ગાયનેક વિભાગમાં લવાયા ત્યારે બાળકને સોંપાયું હતું. ફિનાઝબેનના પતિ શાહિદભાઈએ જણાવ્યું હતું કે ‘હું અને નર્સ દીકરાને લઈને તેની પાસે ગયા હતા ત્યારે તે બોલી શકી ન હતી પણ ખુશી એટલી હતી કે આંખોથી છલકી રહી હતી. ’
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.