ઉમેદવારી ફોર્મ ઉપડ્યા:રાજકોટ જિલ્લાની 8 બેઠક માટે આજે વધુ 78 સાથે કુલ 342 ફોર્મનો ઉપાડ, 3 નામાંકન આવ્યા

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ જિલ્લા ચૂંટણીતંત્રની યાદીમાં જાહેર કરવામાં આવ્યું. - Divya Bhaskar
રાજકોટ જિલ્લા ચૂંટણીતંત્રની યાદીમાં જાહેર કરવામાં આવ્યું.

રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકોની ચૂંટણી માટે આજે આશરે 78 ફોર્મ ઉપડ્યા હોવાનું જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. આ સાથે અત્યારસુધીમાં આશરે 342 જેટલા ફોર્મ ઉપડ્યા છે. જ્યારે આજે નવા 3 વ્યક્તિના નામાંકન આવ્યા છે.

આજે કઈ બેઠક માટે કેટલા ફોર્મ ઉપડ્યા
આજે 68-રાજકોટ પૂર્વ બેઠક માટે આજે 15 અને કુલ 63 ફોર્મનો ઉપાડ થયો છે. 69-રાજકોટ પશ્ચિમ બેઠક માટે આજે 22 અને કુલ 57 ફોર્મ, 70-રાજકોટ દક્ષિણ બેઠક માટે આજે 12 અને કુલ 50 ફોર્મ, 71-રાજકોટ ગ્રામ્ય (અનુસૂચિત જાતિ) બેઠક માટે આજે 8 અને કુલ 52 ફોર્મ, 72-જસદણ બેઠક માટે આજે 8 અને કુલ 29 ફોર્મ, 73-ગોંડલ વિધાનસભા બેઠક માટે આજે 7 અને કુલ 43 ફોર્મ, 74-જેતપુર બેઠક માટે આજે 1 અને કુલ 26 ફોર્મ, 75-ધોરાજી બેઠક માટે આજે 5 અને કુલ 22 ફોર્મ ઉપડ્યા છે.

રાજકોટની ત્રણ બેઠક પર ત્રણ નામાંકાન આવ્યા
આજે 71-રાજકોટ ગ્રામ્ય બેઠક માટે ડાંગર રમેશ લાલજીભાઇએ સ્વત્રંત રીતે નામાંકન ભર્યું છે. 69-રાજકોટ પશ્ચિમ માટે પ્રવીણભાઈ મેઘજીભાઈ દેંગડાએ સ્વતંત્ર ઉમેદવાર તરીકે જ્યારે 68-રાજકોટ પૂર્વ બેઠક માટે સુરેશ ગોવિંદભાઈ સાગઠીયાએ ભારતીય સામ્યવાદી પક્ષમાંથી નામાંકન રજૂ કર્યું છે.

ગઈકાલે આઠ બેઠક માટે 47 ફોર્મ ઉપડ્યા હતા
ગઈકાલે આઠેય બેઠક માટે આશરે 47 ફોર્મ ઉપડ્યા હોવાનું જિલ્લા ચૂંટણીતંત્રની યાદીમાં જણાવવામાં આવ્યું હતું. જ્યારે રાજકોટ દક્ષિણ બેઠક માટે એક વ્યક્તિનું નામાંકન આવ્યું હતું. જેમાં અમરદાસ ભીમદાસ દેસાણીએ અપક્ષમાંથી ઉમેદવારી કરતા ત્રણ ફોર્મ રજૂ કર્યા હતા. આજ સુધી કોઈ રાજકીય પક્ષના ઉમેદવારનું ફોર્મ આવેલું નથી. જિલ્લાના અધિક ચૂંટણી અધિકારી એસ.જે. ખાચરના માર્ગદર્શનમાં હાલ ઉમેદવારી ફોર્મ ભરવા, પોસ્ટલ બેલેટ માટે ફોર્મ 12-ડી ભરાવવા સહિતની પ્રક્રિયા ચાલી રહી છે.

ગઈકાલે 8 બેઠક માટે કેટલા ફોર્મ ઉપડ્યા
આજે 68-રાજકોટ પૂર્વ બેઠક માટે 10, 69-રાજકોટ પશ્ચિમ બેઠક માટે 4, 70-રાજકોટ દક્ષિણ બેઠક માટે 11, 71-રાજકોટ ગ્રામ્ય (અનુસૂચિત જાતિ) બેઠક માટે 4, 72-જસદણ વિધાનસભા બેઠક માટે 0, 73-ગોંડલ વિધાનસભા બેઠક માટે 11, 74-જેતપુર વિધાનસભા માટે 2 અને 75-ધોરાજી બેઠક માટે 5 ફોર્મના ઉપાડ્યા હતા.

સોમવારે 142 ફોર્મ ઉપડ્યા હતા
સોમવારે 142 ફોર્મ ઉપાડ્યા હોવાનું જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. જો કે સોમવારે પણ એકપણ નામાંકન ફોર્મ ભરાઈને આવ્યું નહોતું. પહેલા દિવસે એટલે કે શનિવારે 81 ફોર્મ ઉપડ્યા હતા. સોમવારે 68-રાજકોટ પૂર્વ બેઠક માટે 26, 69-રાજકોટ પશ્ચિમ બેઠક માટે 18 ફોર્મ, 70-રાજકોટ દક્ષિણ બેઠક માટે 27 ફોર્મ, 71-રાજકોટ ગ્રામ્ય (અનુસૂચિત જાતિ) વિધાનસભા બેઠક માટે 10 ફોર્મ, 72-જસદણ બેઠક માટે 14 ફોર્મ, 73-ગોંડલ બેઠક માટે 20 ફોર્મ, 74-જેતપુર વિધાનસભા માટે 21 ફોર્મ, 75-ધોરાજી વિધાનસભા બેઠક માટે 6 ફોર્મ મળીને 142 ફોર્મનો ઉપાડ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...