ગાજવીજ સાથે વરસાદ:રાજકોટમાં વીજળીના કડાકા ભડાકા સાથે અડધા કલાકમાં એક ઇંચ વરસાદ, ગ્રામ્ય વિસ્તારોમાં અડધાથી એક ઈંચ, રસ્તાઓ પાણી પાણી

રાજકોટ19 દિવસ પહેલા
શહેરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ.

રાજકોટમાં આજે સવારથી સાંજ સુધી અસહ્ય બફારા વચ્ચે મિશ્ર વાતાવરણ જોવા મળ્યું હતું. પરંતુ રાતના 9 વાગ્યા બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયું છે. શહેરના યાજ્ઞીક રોડ, મોરબી રોડ, જામનગર રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આથી રસ્તાઓ પર પાણી ભરાયા છે. તેમજ વીજળીના ચમકારાથી લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમાં અડધા કલાકમાં એક ઇંચ વરસાદ વરસી ગયો છે. તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અડધાથી એક ઈંચ વરસાદ નોંધાયો છે.

શહેરના યાજ્ઞક રોડ વિસ્તારમાં ધોધમાર વરસાદ.
શહેરના યાજ્ઞક રોડ વિસ્તારમાં ધોધમાર વરસાદ.

વીજળીના પ્રચંડ અવાજથી લોકોમાં ભય
શહેરમાં આજે રાતે અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. શહેરના રેસકોર્સ, કાલાવડ રોડ, ઢેબર રોડ, શાસ્ત્રીમેદાન, મવડી, રેલનગર, પોપટપરા, ગાંધીગ્રામ, માધાપર ચોકડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વીજળીના પ્રચંડ અવાજથી લોકોમાં ભય ફેલાયો છે. ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. આથી રસ્તાઓ પરથી પસાર થતા વાહનચાલકોમાં મુશ્કેલી પડી રહી છે.

રેસકોર્સ વિસ્તારમાં ધોધમાર વરસાદ.
રેસકોર્સ વિસ્તારમાં ધોધમાર વરસાદ.

વાતાવરણમાં ઠંડક પ્રસરી
ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ અસહ્ય બફારામાંથી રાહત મેળવી છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પસાર થતા ટુ-વ્હિલર ચાલકોએ થોડીવાર રોકાઇ જવાની ફરજ પડી રહી છે. જોકે વીજળીના ચમકારા જોરદાર ચમકારાને કારણે લોકો ભયભીત બન્યા છે.

જસદણના આટકોટમાં સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો.
જસદણના આટકોટમાં સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ
શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. જસદણના કમળાપુર, આટકોટ, જસાપર, જીવાપર, પાંચવડા સહિતના ગામોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી કપાસના પાકને નુકસાન પહોંચ્યાના સમાચાર મળ્યા છે.

યાત્રાધામ વીરપુરમાં ધોધમાર વરસાદ.
યાત્રાધામ વીરપુરમાં ધોધમાર વરસાદ.

યાત્રાધામ વીરપુરમાં ભારે પવન સાથે ધોધમાર
યાત્રાધામ વીરપુરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. સવારથી ભારે બફારા બાદ રાતે ધોધમાર વરસાદ વરસતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે. તેમજ રસ્તાઓ પાણી પાણી થયા છે. લાંબા સમય બાદ ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે. કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાકોને ફાયદો થશે.