તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:મશાલ આક્રોશ રેલી: કૃષિબિલ પાછું ખેંચવા, સંસદનું સત્ર રદ ન કરવા માંગ

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

કેન્દ્ર સરકારના કૃષિબિલનો દેશભરના ખેડૂતો છેલ્લા ઘણા સમયથી આ બિલ પાછું ખેંચવાની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે. વિપક્ષોએ કૃષિબિલ બાબતની ચર્ચા કરવા અને ખેડૂત આંદોલનનું નિરાકરણ માટે સંસદમાં શિયાળુ સત્ર બોલાવવા સરકારને માંગ કરી હતી, પરંતુ ભાજપ સરકારે કોરાનાનું બહાનું આગળ ધરી હમણા સંસદમાં કોઈપણ જાતનું સત્ર નહીં બોલાવાય તેવો મનઘડંત નિર્ણય કર્યો છે.

જો સરકારને ખેડૂતોની ચિંતા હોય તો કૃષિબિલ બાબતે તમામ પક્ષો સાથે સંસદમાં સત્ર બોલાવી ચર્ચાઓ કર્યા બાદ આ આંદોલનનું નિરાકરણ લાવી શકે. સંસદમાં પણ આટલી જ સંખ્યા છે તો ત્યાં જ કેમ કોરોનાની ચિંતા છે. સરકારની ખેડૂત વિરોધી નીતિઓના વિરોધમાં રાજકોટ શહેર યુવક કોંગ્રેસ અને રાજકોટ જિલ્લા NSUI દ્વારા “મશાલ આક્રોશ રેલી’ કિસાનપરા ચોકથી જિલ્લા પંચાયત ચોક સુધી કાઢી ત્યારે વચ્ચે પોલીસે તમામ કાર્યકરની અટકાયત કરી હતી. કાર્યકરોનું કહેવું છે કે મશાલ રેલી કાઢી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો