રાજકોટમાં વ્યાજખોરો સામે વધુ 3 ફરિયાદ:પત્નીને ગર્ભાશયનું કેન્સર થતા સારવાર માટે વ્યાજે નાણાં લીધા, તેના અવસાન બાદ પણ પઠાણી ઉઘરાણી યથાવત

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

રાજકોટ શહેર પોલીસ દ્વારા યોજવામાં આવેલ લોકદરબાર બાદ 3 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં પ્રથમ કિસ્સામાં રાજકોટના મોરબી રોડ પર રહેતા રતનશીભાઈ ઉર્ફે બાબુભાઈ કલ્યાણજીભાઈ લીંબાસીયા (ઉં.વ.52) નામના વ્યક્તિએ રાજકોટ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે વર્ષ 2012માં મારા પત્નીને ગર્ભાશયનું કેન્સર ડિટેકટ થતા મેં રાજારામ સોસાયટીના રાજુ ગઢવી પાસેથી 7 લાખ 10 ટકા વ્યાજે લીધા હતા જેનું હું દર મહીને 70 હજાર વ્યાજ ભરતો હતો તે પછી પેડક રોડ પર રહેતા ભયલાભાઈ ભરવાડ પાસેથી 2012થી 2016 સુધીમાં 12 લાખ 10 ટકે લીધા હતા જેનું હું દર મહીને 1.20 લાખ વ્યાજ ભરતો હતો.

આરોપીઓની શોધખોળ શરૂ ​​​​​​​
વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, આ પછી મયુર આહીર પાસેથી 5 લાખ 3 ટકે લીધા હતા જેનું હું 15 હજાર વ્યાજ ભરતો હતો દરમ્યાન 2016માં મારા પત્નીનું નિધન થયું હતું રાજુભાઈને 9 લાખ ચૂકવી દીધા છતાં દુકાને આવી પઠાણી ઉઘરાણી કરી સામાન લઇ જવાની ધમકી આપતા હતા. ભયલાભાઈ મુળી વ્યાજ સહીત 19 લાખ ચૂકવ્યા છતાં 2 લાખ માંગી પરેશાન કરતા તેમજ મયુરને વ્યાજ, મુળી આપી દીધા છતાં 3 લાખ માંગી પરેશાન કરતા હોવાનું જણાવતા પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

30 હજાર લીધાને 2 લાખ ચૂકવ્યા
જયારે બીજા બનાવમાં શહેરના કોઠારીયા સોલ્વન્ટ પાસે નૂરાનીપરામાં રહેતા મુમતાજબેન સાજીદભાઇ ઠેબા (ઉ.વ.42) એ ફરિયાદમાં શાપરના રેહાન મહમદ શેખ વિરુદ્ધ ધમકી અને મનીલેન્ડ એકટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી જેમાં મુમતાઝબેને જણાવ્યું હતું કે, વર્ષ 2021માં પોતાને કોરોના થઈ જતા સબંધી રેહાન પાસેથી રૂ.30 હજાર લીધા હતા તેને વ્યાજ સહિત રૂ.2 લાખ ચૂકવી દીધા હતા. તેમજ મુમતાજબેન રોજના નાણાં ભરી શકતા ન હોય જેથી આ રેહાને છ મહિનાનો હિસાબ કરી વધુ દોઢ લાખની માંગણી કરી મકાન પોતાના નામે કરી આપવા ધમકી આપતો હતો જેને લઇ આજે પોલીસે ફરિયાદ નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

નાણા ધીરધારના લાયસન્સ વગર પઠાણી ઉઘરાણી કરી
ત્રીજા બનાવમાં માર્કેટિંગ યાર્ડ પાસે માલધારી સોસાયટીમાં રહેતા હંશાબેન ઝાપડીયાની ફરિયાદ પરથી બી ડિવિઝન પોલીસે હિતેષભાઇ ગોવીંદભાઇ પાટડીયા, તેની માતા હંશોબન ગોવિદભાઇ પાટડીયાની સામે મનીલેન્ટ એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. ફરિયાદી સીતલબેનની બે સોનાની બુટી જેનું વજન આશરે 15.95 ગ્રામની પોતાની પાસે સિક્યુરીટી પેટે રાખી અને રૂપીયા 35,000 સાતેક મહીના પહેલા આપી અને માસીક 10% લેખે સાત માસનુ કુલ વ્યાજ 24,500 ભરેલ હોય અને આ કામનાં આરોપીઓ પાસે કોઇ નાણા ધીરધારનુ લાયસન્સ ન હોય તેમ છતા ફરીયાદી પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી હતી જેથી પોલીસે ફરિયાદ નોંધી આરોપી વ્યાજખોર માતા પુત્રની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...