રાજકોટ પોલીસની કાર્યવાહી:10 ગ્રામ મેફેડ્રોન લીધું હતું, 3 ગ્રામ ગુટખામાં મિક્સ કરી નશો કરી ગયો

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મેફેડ્રોન ડ્રગ્સ સાથે પકડાયેલો ઇસમ 3 દિવસના રિમાન્ડ પર

રાજકોટ પોલીસે શુક્રવારે મૂળ કચ્છના માંડવીનો અને છેલ્લા કેટલાક સમયથી રાજકોટમાં રેલનગર, છત્રપતિ શિવાજી ટાઉનશિપમાં રહીને મચ્છીનો વેપાર કરતા મુસ્તાક અબ્દુલ ઘીસોરાને શંકાસ્પદ પાઉડર સાથે ઝડપી લીધો હતો. એફએસએલની તપાસમાં આ પાઉડર મેફેડ્રોન હોવાનું ખૂલતા પોલીસે રૂ.70 હજારની કિંમતના 7 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો પાઉડર કબજે કરી પ્રદ્યુમ્નનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે મુસ્તાક ઘીસોરાની ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં તે વેરાવળ તરફથી મેફેડ્રોન ડ્રગ્સ લઇ આવ્યો હોવાની કેફિયત આપતા તેને શનિવારે રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં અદાલતે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરી મુસ્તાક ઘીસોરાને પોલીસ હવાલે કર્યો હતો. રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરતા મુસ્તાક થોડા દિવસ પહેલા જૂનાગઢ ગયો હતો. જ્યાંથી સલીમ નામના શખ્સ પાસેથી 10 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ પાઉડર લઇ આવ્યો હતો. પોતે પણ નસેડી હોય 3 ગ્રામ ડ્રગ્સનો પાઉડર ગુટખામાં મિક્સ કરી નશો કરી ગયો હોવાની કબૂલાત આપી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...