તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વૈચ્છિક બંધને ટેકો:રાજકોટમાં દાણાપીઠમાં હાફ ડે લોકડાઉન રાખવા મોટાભાગના વેપારીઓનો એક સૂર, વધુ એક અઠવાડિયુ લંબાવાયું

રાજકોટ3 મહિનો પહેલા
દાણાપીઠમાં સવારના 8થી બપોરના 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે.
  • દાણાપીઠમા શહેર ઉપરાંત ગામડાના અને અન્ય શહેરના ગ્રાહકો આવે છે

કોરોનાની બીજી ઘાતક લહેરને કારણે સરકાર લોકડાઉન કરે કે ન કરે પરંતુ વેપારીઓ સ્વૈચ્છિક લોકડાઉનને ટેકો આપી રહ્યાં છે. રાજકોટમાં છેલ્લા 25 દિવસથી દાણાપીઠમાં હાફ ડે લોકડાઉન ચાલી રહ્યું છે. ગઇકાલે દાણાપીઠના વેપારીઓની બેઠક મળી હતી. જેમાં મોટાભાગના વેપારીઓમાં હાફ ડે લોકડાઉનને લંબાવવા એકસૂર ઉઠ્યો હતો. આથી વધુ એક અઠવાડિયું હાફ ડે લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. જોકે હાફ ડે લોકડાઉનમાં ગ્રાહકોમાં સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતું હોય તેવી દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.

હાફ ડે સિવાય બીજો કોઈ વિકલ્પ નથી-વેપારી
દાણાપીઠમાં સ્થાનિક ગ્રાહકો સાથે ગામડાઓ અને બીજા શહેરના પણ ગ્રાહકો આવતા હોય છે, દાણાપીઠ વેપારી એસોસિએશન દ્વારા એક અઠવાડિયુ વધુ હાફ ડે લોકડોઉન લંબાવામાં આવ્યું છે. દાણાપીઠમાં છેલ્લા 25થી વધુ દિવસથી હાફ ડે દુકાનો ખુલ્લી રાખવામાં આવી રહી છે. વેપારમાં નુકસાન થાય છે પણ હાફ ડે સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તેવું વેપારીઓ જણાવી રહ્યાં છે.

હાફ ડે લોકડાઉમાં પણ ગ્રાહકો વચ્ચે સોશિય ડિસ્ટન્સનો ભંગ જોવા મળ્યો.
હાફ ડે લોકડાઉમાં પણ ગ્રાહકો વચ્ચે સોશિય ડિસ્ટન્સનો ભંગ જોવા મળ્યો.

સવારના 8થી બપોરના 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે
દાણાપીઠના એક વેપારીએ જણાવ્યું હતું કે, ત્રણ વીકથી દાણાપીઠમાં મિની લોકડાઉન ચાલી રહ્યું છે. ગઇકાલે ત્રણ અઠવાડિયાનું હાફ લોકાડાઉન પૂરૂ થતા ફરી વેપારીઓની બેઠક મળી હતી. જેમાં વેપારીઓએ વધુ એક અઠવાડિયું મિની લોકડાઉન રાખવા નિર્ણય કર્યો હતો. સવારે 8થી બપોરના 3 વાગ્યા સુધી જ દુકાનો ખોલી શકાશે. 3 વાગ્યા પછી સદંતર દુકાનો બંધ રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...