આયોજન:કાલે રન ફોર યુનિટી, અનેકવિધ કાર્યક્રમો કચેરીઓમાં એકતા દિવસના લેવાયા શપથ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મનપા જિલ્લા વહીવટી તંત્રના દોડના આયોજનમાં પણ ભાગ લેશે

31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીએ દર વર્ષે રન ફોર યુનિટી એટલે કે એકતા દોડનું આયોજન કરાય છે. આ વર્ષે દિવાળી બાદ પ્રથમ દિવસે જ વહીવટી તંત્રએ આયોજન કરી નાખ્યું હતું. મનપા પુષ્પાંજલિ અર્પણ કરવાનું આયોજન કરવાની સાથે વહીવટી તંત્રના આયોજનમાં પણ ભાગ લેશે.

રન ફોર યુનિટી સવારે 7 કલાકથી પોલીસ હેડ ક્વાર્ટરથી શરૂ થશે અને બહુમાળી ભવન પાસે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે પૂર્ણ થશે. આ એકતા દોડમાં પોલીસ જવાનો, એન.સી.સી.કેડેટ્સ, રમતવીરો, યોગ શિક્ષકો, વિવિધ સંસ્થાઓના સભ્યો અને શહેરીજનો જોડાશે.

આ ઉપરાંત જિલ્લાના 11 તાલુકાઓમાં પણ રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. સરદાર પટેલના યોગદાન અંગેની ગાથાઓ દરેક તાલુકાઓમાં આખો દિવસ ગૂંજશે. ટ્રાફિક વ્યવસ્થા, જનતા માટે પીવાના પાણીની વ્યવસ્થા સહિતની અનેક આનુસંગિક વ્યવસ્થાઓ સારી રીતે ગોઠવાઈ તે સુનિશ્ચિત કરવા વિવિધ તંત્રોને જિલ્લા કલેક્ટરે સૂચના આપી હતી.

રાજકોટ મહાનગરપાલિકાએ પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખ્યો છે તેમજ કર્મચારીઓ, અધિકારીઓ અને પદાધિકારીઓ એકતા દોડનો પણ હિસ્સો બનશે. એકતા દિવસના અનુસંધાને જિલ્લા કલેક્ટર કચેરીએ નિવાસી અધિક કલેક્ટર કેતન ઠક્કરે કર્મચારીઓ પાસે દેશની એકતા અને અખંડિતતામાં વ્યક્તિગત યોગદાન આપવા માટે શપથ લેવડાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...