તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે દિલ્હીથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજકોટ એઇમ્સનું ઇ-ભૂમિપૂજન કરશે. સવારે 9 કલાકે યોજાનારા આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રાજકોટ ખાતે હાજરી આપશે. રાજકોટ એઇમ્સમાં શ્રેષ્ઠ તબીબી સુવિધા ઉપરાંત વિદ્યાર્થીઓને તબીબી શિક્ષણ અને રીસર્ચ માટેની સુવિધા ઉભી થશે. એઇમ્સના ભૂમિપૂજન ઉપરાંત સીએમ રૂપાણી ગુરુવારે દેવભૂમિ દ્વારકાના ઓખા ખાતે કોસ્ટ ગાર્ડના નવા બે ભવનનું ઉદઘાટન કરશે ત્યારબાદ ઓખા ખાતે તૈયાર થઇ રહેલા ગુજરાતના પ્રથમ સિગ્નેચર બ્રિજનું હોવરક્રાફ્ટ દ્વારા સ્થળ મુલાકાત કરીને કામનું નિરીક્ષણ કરશે. ત્યારબાદ પાણી પુરવઠા વિભાગના અને જિલ્લાના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે. આજે સવારે 10 વાગ્યે દિલ્હીથી નરેન્દ્ર મોદી ઇ-ખાતમુહૂર્ત કરશે, જેમાં રાજકોટમાં 32 બાય 56 ફૂટનું સ્ટેજ બનાવવામાં આવ્યું છે, ત્યારે આવો જાણીએ DivyaBhaskar સાથે કેવી છે તૈયારી.
200 લોકોને આમંત્રણ છતાં 500ની ક્ષમતાવાળો ડોમ શું કામ?
રાજકોટ કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે એઇમ્સ હોસ્પિટલના ખાતમુહૂર્ત માટે મેડિકલ ક્ષેત્ર, ઇન્ડસ્ટ્રિયલ ક્ષેત્ર, ચેમ્બર ઓફ કોમર્સ સહિત અનેક મહાનુભાવોને આમંત્રણ આપ્યું છે, પરંતુ કેટલા લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે એ કહેવાનું ટાળ્યું હતું. જોકે કલેક્ટરનાં સૂત્રો માત્ર 200 લોકોને જ આમંત્રણનું કહી રહ્યા છે. તો 500ની ક્ષમતાવાળો ડોમ શું કામ એ પણ એક મોટો સવાલ ઊઠ્યો છે.
આજે એરપોર્ટથી એઇમ્સ સુધી રિહર્સલ, પ્રચાર-પ્રસાર માટે બેનરો, તાકીદે રસ્તા રિપેરિંગ
આવતીકાલે શિલાન્યાસને પગલે આજે એરપોર્ટથી એઇમ્સ સુધી આશરે 17 કિલોમીટર સુધી રિહર્સલ કરવામાં આવ્યું હતું. કુલ 15 કમિટી જોડાઈ હતી અને જુદા જુદા વિભાગના 200 લોકોએ જવાબદારી સંભાળી છે, જેમાં એઇમ્સના પ્રચાર-પ્રસાર માટે વડાપ્રધાન અને મુખ્યમંત્રીનાં 50 જેટલાં બેનરો હાઇવે પર લગાવવાની કામગીરી ચાલુ છે. આ સિવાય ટ્રાફિક, વાહનવ્યવહાર માટે આરટીઓ અને પોલીસને જવાબદારી સોંપાઈ છે. ફરજ પરના લોકોને ફૂડ અને નાસ્તા માટે ફૂડ ખાતાના અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે. આ સિવાય મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બાય રોડ જે રસ્તે ચાલવાના છે એને તાત્કાલિક મરામત કરી દેવામાં આવ્યો છે.
ત્રણ મોટી સ્ક્રીન, સર્કિટ હાઉસ અને ચાર મોટી ખાનગી હોટલ બુક
આવતીકાલે એઇમ્સના ખાતમુહૂર્તના પગલે કલેક્ટર, કમિશનર, મનપા કમિશનર સહિતના અધિકારીઓનો મીટિંગ માટેનો ધમધમાટ ચાલુ કરી દેવામાં આવ્યો છે. વિશાળ ડોમમાં ત્રણ મોટી સ્ક્રીન મૂકવામાં આવશે. રાજ્યપાલ પણ હાજર રહે એવી શક્યતા છે. જો તેઓ હાજર નહીં રહે તો વર્ચ્યુઅલ હાજરી આપશે. તૈયારીના ભાગરૂપે સર્કિટ હાઉસ અને ચાર મોટી ખાનગી હોટલ બુક કરવામાં આવી છે. આ સિવાય રાજ્યના ટોચના ડોક્ટરો, ઉદ્યોગપતિઓ સહિતના મહેમાનોને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ડોમમાં સોશિયલ ડિસ્ટન્સ સાથેની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
એઇમ્સ સંસ્થા સંપૂર્ણ સ્વાયત્તઃ શ્રમદીપ સિંહા
એઇમ્સ સંસ્થા સંપૂર્ણ સ્વાયત્ત છે, જેના સંચાલન સંપૂર્ણ સ્વતંત્ર કમિટીને ફાળવવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા માત્ર ફંડિંગ પૂરું પાડવામાં આવે છે. સંસ્થા ખાસ એઇમ્સ એક્ટ મુજબ કાર્ય કરતી હોય છે. રાજકોટ ખાતે એઇમ્સ રૂ. 1200 કરોડના ખર્ચે નિર્માણ થવા જઈ રહી છે ત્યારે દર્દીઓ તેમજ તબીબી વિદ્યા શાખાના વિદ્યાર્થીઓને અનેક ફાયદા થશે, એમ એઇમ્સના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રમદીપ સિંહાએ જણાવ્યું હતું. એઇમ્સનો મુખ્ય ઉદ્દેશ શ્રેષ્ઠ ડોક્ટર્સની ટીમ દ્વારા આધુનિક સારવાર ન્યૂનતમ દરે પૂરી પાડવાનો છે, જેના માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉચ્ચતમ આધુનિક સાધનોની સવલત પૂરી પાડવામાં આવે છે.
200થી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં જોડાશે
SP ખાતમુહૂર્ત સ્થળ પર પહોંચ્યા છે તેમજ પોલીસ જવાનોને ડ્યૂટીની ફાવણી કરી તમામને યુનિફોર્મમાં હાજર રહેવા ફરમાન કર્યું છે. માસ્ક અને સેનિટાઈઝની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ખાતમુહૂર્ત સ્થળે 200થી વધુ પોલીસ જવાનો અને અધિકારીઓ બંદોબસ્તમાં જોડાશે.
એઇમ્સમાં આવી હશે સગવડ
1195 કરોડ રૂપિયા કેન્દ્ર ખર્ચશે
201 એકર જમીનમાં એઇમ્સ બનશે
125 MBBS સીટ
60 નર્સિંગ સીટ
750 બેડની હોસ્પિટલ
30 આયુષ સીટ
22 નવી એઈમ્સ પૈકીની એક
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.