તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અછત:ટમેટાંની આવક 50 ટકા જ થઈ,વટાણા આવ્યા જ નહીં, રાજકોટમાં રોજ 12 હજાર કિલો ટમેટાંની ખપત

રાજકોટ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોનાને કારણે યાર્ડમાં આંતરરાજ્ય આવક બંધ કરી દેવાતા સોમવારે યાર્ડમાં ટમેટાંની આવક માત્ર 50 ટકા જ થઈ હતી. આ તકનો લાભ છૂટક વેપારીઓએ લીધો હતો .ભાવ વધારી દેતા ટમેટાં રૂપિયા 50ના કિલો થયા હતા. જ્યારે વટાણા તો આવ્યા જ નહોતા.રાજકોટમાં રોજ 12 હજાર કિલો ટમેટાં ખપી જાય છે. જેને કારણે ટમેટાં રૂપિયા 50ના કિલો થયા હતા. ટમેટાંના ભાવમાં વધારો થતાં ગૃહિણીના બજેટ વિખેરાઈ ગયા છે. યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ બેંગ્લોર, મહારાષ્ટ્ર ,નાસિકથી ટમેટાં આવે છે. જેની અંદાજિત આવક રોજની 40 ટન જેવી હોય છે, પણ આંતરરાજ્ય આવક બંધ થતા માત્ર સ્થાનિક જ આવક થઈ હતી જે 20 ટન જેવી હતી. રવિવાર સુધી યાર્ડમાં ટમેટાંના ભાવ હરાજીમાં રૂપિયા 10 થી 12ના ભાવ બોલાતા હોઈ છે પણ આવક ઘટી ગઈ હતી અને સામે ડિમાન્ડ યથાવત્ રહી હતી. જેને કારણે હરાજીમાં 12 થી 15 રૂપિયાના ભાવની હરાજી થઈ હતી. જ્યારે છૂટક માર્કેટમાં જે ટમેટાં ગત સપ્તાહ સુધી 20 થી 25 હતા એના સીધા ડબલ ભાવ થઈ ગયા હતા અને વેપારીઓ લોકો પાસેથી રૂપિયા 50 વસૂલ કર્યા હતા. ઉનાળામાં જ ટમેટાંના ભાવ ઊંચા જતા ગૃહિણીઓમાં કચવાટ જોવા મળ્યો હતો. 17 તારીખ બાદ લોકડાઉનમાં છૂટછાટ મળશે તો ફરી રાજકોટમાં ટમેટાંની આવક થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો