એક્સક્લૂઝિવ:વાહનવ્યવહાર નિગમના અધિકારીઓને પહેલા દિવસે જ કડકાઈથી કહ્યું- કામ તો કરવું જ પડશે, કામ નહિ કરો નહિ ચાલેઃ મંત્રી અરવિંદ રૈયાણી

રાજકોટ2 મહિનો પહેલાલેખક: રક્ષિત પંડ્યા
  • ચાર્જ સાંભળતાંના પ્રથમ દિવસે જ વાહનવ્યવહાર નિગમના અધિકારીઓ સાથે બેઠક કરી
  • એસટીના ડ્રાઇવર-કન્ડક્ટરોને નિષ્ઠાપૂર્વક કામ કરવા ટકોર
  • વિસ્તારના પ્રશ્નો બાદ હવે ગુજરાતની જનતાની અપેક્ષા પૂર્ણ કરવામાં આવશે

‘હું મંત્રી બન્યો એ જ દિવસથી જ કામ શરૂ કરી દીધું હતું. પ્રથમ દિવસે જ મેં વાહનવ્યવહાર નિગમના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠકમાં અધિકારીઓને કડકાઈથી કહ્યું હતું કે કામ તો કરવું જ પડશે, બાકી અહીં ચાલશે નહીં તેમજ એસટી વિભાગના ડ્રાઇવર-કન્ડક્ટરોને પણ નિષ્ઠાપૂર્વ કામ કરવા ટકોર હતી. ધારાસભ્યપદેથી વિસ્તારના પ્રશ્નો બાદ મંત્રી બન્યા પછી હવે ગુજરાતની જનતાની અપેક્ષા પૂર્ણ કરવામાં આવશે.’ આ શબ્દો છે રાજકોટ ભાજપના હાલના ધારાસભ્ય અને નવનિયુક્ત રાજ્યકક્ષાના વાહનવ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસમંત્રી અરવિંદ રૈયાણીના...

સોમવારથી જ વિધિવત કામ શરૂ કરી દીધું હતું
રાજ્યકક્ષાના નવનિયુક્ત મંત્રી અ૨વિંદ રૈયાણીએ ગત સોમવારે સવારે સ્વર્ણિમ સંકુલ-2માં પોતાની ઓફિસમાં વિવિધત પ્રવેશ કરી પૂજા અર્ચના કરી કામની શરૂઆત કરી હતી. ટૂરિઝમ, યાત્રાધામ વિકાસ અને વાહનવ્યવહા૨ ખાતાના રાજ્યકક્ષાનાં મંત્રી અ૨વિંદ રૈયાણી સાથે દિવ્ય ભાસ્કરે ખાસ વાતચીત કરી હતી અને પ્રથમ દિવસના કાર્યભાર અંગે વાતચીત કરવામાં આવી હતી. ઉપરાંત ધારાસભ્યથી મંત્રી બન્યા બાદ પડકાર અને પ્રાયોરિટી અંગે સવાલો કરવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કરે કરેલા પ્રશ્નોના મંત્રીએ જવાબ આપ્યા
દિવ્ય ભાસ્કરઃ ધારાસભ્યથી મંત્રી સુધી પહોંચ્યા તો પ્રથમ દિવસનો કાર્યભાર કેવો રહ્યો?
અરવિંદ રૈયાણીઃ સોમવારે સવારના સમયે વિધિવત રીતે સ્વર્ણિમ સંકુલ-2માં ઓફિસમાં પૂજા અર્ચના કરી દિવસની શરૂઆત કરી હતી. દિવસ દરમિયાન શુભેચ્છકો, આગેવાનો અને કાર્યકર્તા મુલાકાતે આવ્યા હતા. બાદમાં સાંજના સમયે પ્રથમ દિવસે વાહનવ્યવહાર વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ રીતે રોજ અલગ અલગ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કરઃ ધારાસભ્યમાંથી મંત્રી બન્યા બાદ હવે આપની પ્રાયોરિટી શું રહેશે?
અરવિંદ રૈયાણીઃ ધારાસભ્યપદ પર હતા ત્યારે રાજકોટ પૂર્વ વિધાનસભા એટલે કે મારા મતવિસ્તારના લોકોની સમસ્યા અંગે કામ કરતો હતો. હવે પાર્ટી દ્વારા મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવતાં સમગ્ર ગુજરાતની જનતાની ભાજપ સરકાર પાસે જે અપેક્ષા છે એ પરિપૂર્ણ કરવા અને લોકોને ન્યાય આપવા પ્રથમ પ્રાયોરિટી રહેશે.

આ પણ વાંચોઃ મંત્રી હોય કે ન હોય, ફેમિલી ફર્સ્ટ, મંત્રીપદ છોડ્યા પછી કોઈ ફેર પડ્યો નથી...સવારે 8 વાગ્યે ઘરેથી નીકળું...રાતે કેટલા વાગે એનું નક્કી હોતું નથીઃ જયેશ રાદડિયા

પહેલા દિવસે જ વાહનવ્યવહાર નિગમના અધિકારીઓ સાથે બેઠક કરી.
પહેલા દિવસે જ વાહનવ્યવહાર નિગમના અધિકારીઓ સાથે બેઠક કરી.

દિવ્ય ભાસ્કરઃ મંત્રી તરીકે જવાબદારી મળ્યા બાદ તમારી સામેના કયા પડકારો છે?
અરવિંદ રૈયાણીઃ આજે મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યાનો પ્રથમ દિવસ છે, રોજ અલગ અલગ વિભાગના અધિકરીઓ સાથે બેઠક કરી જરૂરિયાત મુજબ લોકોની અપેક્ષા મુજબ કામ કરવામાં આવશે. હા, એક વાત ચોક્કસ છે અધિકારીઓને કડકાઈપૂર્વક કહેવામાં આવ્યું છે કે કામ તો કરવું જ પડશે, કામ નહિ કરે તેનું અહીં નહિ ચાલે. એસટી વિભાગમાં ખાસ ડ્રાઇવર અને કંડક્ટરોની ફરિયાદ આધારે સૂચના આપવામાં આવી છે કે દરેક લોકોએ નિષ્ઠાપૂર્વક કામ કરવું પડશે.

મંત્રીપદના શપથ લીધા એ સમયની તસવીર.
મંત્રીપદના શપથ લીધા એ સમયની તસવીર.

દિવ્ય ભાસ્કરઃ ગુજરાતના એસટી વિભાગની પરિસ્થિતિ અંગે શું ફેરફાર કરવામાં આવશે?
અરવિંદ રૈયાણીઃ એસટી વિભાગનો વધુ ને વધુ લોકો ઉપયોગ કરે છે, માટે ગુજરાતની એસટીને રાજ્યના અંતિ૨યાળ ગામડાંમાં પણ દોડતી ક૨વામાં આવશે અને સ૨પ્રાઈઝ ચેકિંગ પણ ક૨વામાં આવશે. એસટી વિભાગને હજુ સારી રીતે વિકસાવવા મહેનત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...