તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તૈયારી:એઈમ્સના ઈ-ખાતમુહૂર્ત માટે આજે વહીવટી તંત્રની બેઠક

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • PMOથી શિડ્યૂલ આવે તેની રાહ જોવાય છે
 • 31મીને સંભવિત તારીખ ગણીને તૈયારીઓ

રાજકોટ એઈમ્સનું ઈ-ખાતમુહૂર્ત 31મીએ વડાપ્રધાન કરશે તેવી જાહેરાત બાદ અચાનક જ સામે આવ્યું હતું કે, દિલ્હીથી હજુ સુધી કોઇ મંજૂરી આવી નથી માત્ર ઔપચારિક વાત થઈ છે. જોકે તે પહેલા જ રાજકોટમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવાયો હતો. હજુ સુધી કન્ફર્મેશન ન આવતા હવે સોમવારે વહીવટી તંત્રની ખાસ બેઠક મળનારી છે જેમાં એઈમ્સના અધિકારીઓ પણ હાજર રહેશે.

પીએમ ઓફિસમાંથી માત્ર ઔપચારિક રીતે ખાતમુહૂર્ત માટે 31મીની તૈયારી રાખવી તેવું કહેવાયું હતું. આ દરમિયાન બેઠક મળી અને 31મીએ ઈ-ખાતમુહૂર્ત થશે અને મુખ્યમંત્રી સ્થળ પર હાજર રહેશે ત્યાં સુધીનો કાર્યક્રમ નક્કી થયો હતો. જોકે બાદમાં પીએમઓમાંથી લેખિતમાં કોઇ મંજૂરી ન આવ્યાનું એઈમ્સના અધિકારીઓએ કહેતા મામલો અસમંજસમાં પડ્યો છે.

આ દરમિયાન તંત્ર એઈમ્સ સુધી પહોંચવાના રોડ રિપેર કરવા લાગ્યું છે તેમજ હેલિપેડની તૈયારી ચાલી રહી છે. હજુ સુધી મંજૂરી ન આવતા વહીવટી તંત્રની ખાસ બેઠક સોમવારે મળશે અને તેમાં એઈમ્સના અધિકારીઓ ઉપરાંત વીડિયો કોન્ફરન્સ મારફત ગાંધીનગરથી પણ સચિવો જોડાશે તેવું સૂત્રોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો