તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Today's General Meeting Of The District Will Be Convened In Half An Hour, The Members Try To Stop The Decision Of Internal Audit.

પ્રયત્ન:આજે જિ.પં.ની સામાન્ય સભા, અડધી કલાકમાં આટોપી લેવાશે, આંતરિક ઓડિટનો નિર્ણય અટકાવવા સભ્યોનો પ્રયાસ

રાજકોટ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મંગળવારે સવારે મળનારી છે જો કે આ વખતે સભા તોફાની થવાને બદલે ઝડપથી આટોપી લેવાશે તેમજ એક મુદ્દા પર ડીડીઓ સાથે ચર્ચા થશે. આ સામાન્ય સભા સંભવત: આખરી બની રહે તેવી શક્યતા છે. આ કારણે સામાન્ય સભામાં હાલ જે નિર્ણયો અટકાવાયેલા છે ખાસ કરીને વિવિધ સમિતિઓએ જે નિર્ણયો લીધા છે તેને બહાલી આપવાને પ્રાથમિકતા અપાશે જેથી કોઇપણ ગ્રાન્ટ સંબંધી કામગીરી અટકેલી ન રહે. બીજી તરફ ચૂંટાયેલા સભ્યો પૈકી 3 સભ્ય કોરોના પોઝિટિવ આવ્યા છે તેમજ એક સભ્યના પતિનું તાજેતરમાં અવસાન થયું છે તેથી તે લોકો સભામાં ગેરહાજર રહેશે.

જિલ્લા વિકાસ અધિકારીએ વિકાસ કમિશનરના પરિપત્ર અનુસાર આંતરિક ઓડિટમાં ફેરફારો કર્યા છે. અત્યાર સુધી જિલ્લા કચેરીની શાખાઓના વર્કઓર્ડર પ્રિ-ઓડિટ માટે આવતા હતા તાલુકા કે ગ્રામ્ય કક્ષાના આવતા ન હતા. જેમા ફેરફાર કરાયો છે. જે મુજબ ગ્રામ્ય કક્ષાએ જે ખર્ચ થયા છે તે બિલ તાલુકા કક્ષા અને ત્યાંથી જિલ્લા કચેરીએ ઓડિટમાં મોકલવાના રહેશે. જિલ્લા કચેરીએ હાલ માત્ર એક જ ઓડિટર છે અને તેની ઉપર 11 તાલુકા અને 800 જેટલી ગ્રામપંચાયતોની જવાબદારી આવશે. આ ઉપરાંત વહીવટી કામમાં ઘણી અગવડતા પડશે તેવું સભ્યો જણાવી રહ્યા છે. આ કારણે પરિપત્ર થોડા સમય પૂરતો મુલતવી રાખવા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના સભ્યો રજૂઆત કરવાના છે.

અન્ય સમાચારો પણ છે...