તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભૂમાફિયા પર કાર્યવાહી શરૂ:એન્ટિ લેન્ડ ગ્રેબિંગ કમિટીમાં ગુના નોંધવાનો આજે નિર્ણય

રાજકોટ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટ શહેર, જિલ્લામાં ભૂમાફિયા પર કાર્યવાહી શરૂ

રાજકોટમાં કોરોનાને કારણે બે મહિનાથી વધુ સમયથી એન્ટિ લેન્ડ ગ્રેબિંગની બેઠક મળી ન હતી. એક વખત બેઠક બોલાવાઈ હતી પણ અધિકારીઓને ગાંધીનગરનું તેડું આવતા બેઠક રદ કરી હતી અને હવે 10 જૂને રાખી છે. આ બેઠકમાં 40થી 45 કેસ પર જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વચ્ચે ચર્ચા થશે અને પોતપોતાના રિપોર્ટ આપશે અને તેના દ્વારા નક્કી થશે કે કેટલા કેસ પર પોલીસ ફરિયાદ કરાશે કે નહિ કરાય.

બેઠકમાં 5થી 7 કેસમાં ફરિયાદ કરવામાં આવે તેવી શક્યતા છે તેથી એક જ સાથે સૌથી વધુ પોલીસ ફરિયાદ થાય તેવું બની શકે છે. અત્યાર સુધીમાં એન્ટિ લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠકમાં 250થી વધુ અરજી આવી ગઈ છે જેમાંથી ઘણી અરજી પેન્ડિંગ છે 9 અરજીમાં પોલીસ ફરીયાદ કરાઈ છે તેમજ 100 કરતા વધુ અરજીઓ રદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...