તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્લ્ડ કેન્સર ડે:પાન-માવા-સિગારેટથી ગુજરાતમાં સૌથી વધુ કેન્સરના દર્દી સૌરાષ્ટ્રમાં, દર વર્ષે આશરે 6 હજારથી વધુ લોકો કેન્સરગ્રસ્ત બને છે, 30 ટકાને જડબા-જીભમાં કેન્સર

રાજકોટ25 દિવસ પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
સૌરાષ્ટ્રમાં કેન્સરનું પ્રમાણ દિવસેને દિવસે વધતું જાય છે.
  • 25થી 35 વર્ષના યુવાનોમાં પ્રમાણ વધુ, મહિલાઓમાં પણ વ્યસનની ટેવ
  • મોઢા અને ગળાના કેન્સર વધુ થવાનું કારણ તમાકુ, માવા, સિગારેટ

સૌરાષ્ટ્રવાસીઓ પહેલેથી જ જીભના ચટકા લેવામાં શોખિન છે. સૌથી વધુ પાન-માવા, સિગારેટના શોખિનો સૌરાષ્ટ્રમાં મળે. પરંતુ આ વ્યસન મોતના મુખ સુધી લઇ જતા વાર લાગતી નથી. દર 10 દુકાન મૂકીએ એટલે એક દુકાને મોતનો સામાન વેચાતો નજરે પડે. સૌરાષ્ટ્રના કેન્સર નિષ્ણાંત ડો. નીતિન ટોળિયાએ જણાવ્યું હતું કે, યુવાનોમાં કેન્સરનું પ્રમાણ વધ્યું છે. એક રિસર્ચ પ્રમાણે ગુજરાતમાં સૌથી વધુ કેન્સરના દર્દી સૌરાષ્ટ્રમાં જોવા મળે. એક અંદાજ મુજબ દર વર્ષે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં 6 હજાર થી વધુ લોકો કેન્સરગ્રસ્ત બને છે. જેમાં આશરે 30 ટકા થી વધુ લોકોને જડબા અને જીભના કેન્સર થાય છે. જેનું કારણ પાન-માવા અને સિગારેટ હોય છે.

તમાકુની બનાવટના 50 ટકા રસાયણ કેન્સરને નોતરે છે
તમાકુ બનાવટમાં વપરાતા રસાયણ કેન્સરને નોતરે છે. પાન બિડી સિગારેટથી માત્ર કેન્સર થાય તેવું નથી. બ્લડ પ્રેશર, વંધત્વ, નપુસંકતા, સ્ત્રીઓમા સગર્ભા સમયે બાળકનો વિકાસ રૂંધાવો વગેરે જેવા રોગનુ કારણ પણ તમાકુ હોય છે.

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટની કેન્સર હોસ્પિટલમાં દર વર્ષે 5 હજાર નવા દર્દી સારવાર માટે આવે છે.
સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટની કેન્સર હોસ્પિટલમાં દર વર્ષે 5 હજાર નવા દર્દી સારવાર માટે આવે છે.

કેન્સરના કણો શરીરમાં કોષોની અંદર ફેલાય છે
એક અંદાજ મુજબ રાજકોટની કેન્સર હોસ્પિટલમાં દર વર્ષ 5 હજારથી વધુ દર્દી આવે છે. જેમાંથી 30 ટકાથી વધુ દર્દીઓને જડબા, જીભ અને ગળાના કેન્સર હોવાનું સામે આવે છે. મોં અને ગળાના કેન્સર વધુ થવાનું કારણ તમાકું, બીડી, સિગારેટ છે. કેન્સરની ખબર પડે ત્યાં સુધીમાં ઘણાં વર્ષો નીકળી ગયાં હોય છે. કેન્સરના કણો શરીરમાં કોષોની અંદર ફેલાય જાય છે, જેને ડિટેક્ટ કરવાની તાકાત ધરાવતા મશીનો ભારતમાં મર્યાદિત સંખ્યામાં છે. આથી શરૂઆતમાં આવા કેસ ડિટેક્ટ કરી શકાતા નથી. વળી, ભારતમાં લોકો કેન્સર પેશન્ટ હોવાનું સ્વીકારતા પણ નથી.

સૌરાષ્ટ્રમાં કુલ કેન્સરની સંખ્યાના 30 ટકા લોકોને મોઢાના કેન્સર થાય છે.
સૌરાષ્ટ્રમાં કુલ કેન્સરની સંખ્યાના 30 ટકા લોકોને મોઢાના કેન્સર થાય છે.

મોઢાના કેન્સરમાં ચાંદુ પડે જે મહિનાઓ સુધી રૂઝાતું નથી
પાન, માવા અને સિગારેટના સેવનમા સૌરાષ્ટ્રના યુવાનો મોખરે હોય છે. યુવાનોને 30થી 45 વર્ષની ઉંમર વચ્ચે કેન્સર આવી જાય છે. હવે તો મહિલાઓ પણ વ્યસનનો ભોગ બની રહી છે. તેનુ ચિંતાજનક પ્રમાણ જોવા મળી રહ્યું છે. આ વિશે રાજકોટ કેન્સર હોસ્પિટલમાં છેલ્લા 40 વર્ષથી મેડિકલ ડાયરેક્ટર તરીકે કાર્યરત ડો.ગુપ્તાએ જણાવ્યું હતું કે,સૌરાષ્ટ્રના યુવાનોમાં ગળા અને મોઢાના કેન્સરનું વધુ પડતું પ્રમાણ જોવા મળે છે, જેનું મુખ્ય કારણ છે તમાકુનું સેવન, મારા અનુભવ મુજબ મેં નિહાળ્યું છે કે 8-10 વર્ષની ઉંમરથી બાળકો તમાકુનું સેવન શરુ કરી દે છે, જેનાથી 12-15 વર્ષની ઉંમર થતા મોઢામાં ચાંદા પડવાનું શરુ થઇ જાય છે અને સમય સાથે એ કેન્સરમાં પરિવર્તિત થઇ જાય છે, જેનાથી આજના વિશ્વ કેન્સર દિવસ નિમિતે હું સર્વે યુવાનોને એક જ સંદેશ પાઠવીશ કે વ્યસનમાં વ્યસ્ત ન રહો અને તમારા મિત્રોમાં પણ જો કોઈ પાન,બીડી કે તમાકુનું સેવન કરતા હોય તો તેને અટકાવો.

રાજકોટની કેન્સરની હોસ્પિટલમાં આધુનિક મશીનોની સગવડ.
રાજકોટની કેન્સરની હોસ્પિટલમાં આધુનિક મશીનોની સગવડ.

સંપૂર્ણ સમાજ કટિબદ્ધ થાય તો કેન્સરને જડમૂળમાંથી દૂર કરી શકાય
ડો. ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે, એકલી સરકાર કે એકલા ડોક્ટરથી કેન્સર જેવા રોગ સામે વિજય મેળવવો કઠિન છે, પરંતુ કેન્સર નાબુદી અભિયાનમાં જો સંપૂર્ણ સમાજ કટિબદ્ધ થાય તો કેન્સરને જડમૂળમાંથી દૂર કરી શકાય છે. તો આજે વર્લ્ડ કેન્સર દિવસ નિમિત્તે આપણે સૌએ કેન્સર મુક્તિના સોગંદ લેવા પડશે. આટલું જ નહીં દરેક વ્યક્તિએ વ્યક્તિગત રીતે સમાજમાંથી પાંચ લોકોને તમાકુ, બીડી, સિગારેટ તેમજ દારૂ છોડાવવા માટે પ્રયત્ન કરે તેવો સંકલ્પ કરે તે સમયની માંગ છે.

કેન્સર અને તમાકુ એક જ સિક્કાની બે બાજુ
હાલ સૌરાષ્ટ્રમાં કેન્સર બેલ્ટ ગણાતા ભાવનગરમાંથી ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. જ્યાં જિલ્લામાં હાલ દર મહિને સરેરાશ 150 જેટલા એટલે કે વર્ષે સરેરાશ કેન્સરના 1500થી વધુ નવા દર્દીઓનો ઉમેરો થાય છે. ભાવનગરમાં દર 10 ડગલે 1 પાનનો ગલ્લો જોવા મળે. જે યુવાનોમાં માવા અને ગુટખાના સેવનનું પ્રમાણ વધારે છે. ડોક્ટરોનો એક જ સૂર રહ્યો છે કે લોકો જાગૃત બને અને સરકાર તમાકુબંધીની દિશામાં વિચારે અને અને કેન્સરના દુષણને રોકવા તેનો સત્વરે અમલ કરે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

વધુ વાંચો