ગ્રહણ:આજે સૌથી લાંબુ ચંદ્રગ્રહણ સર્જાશે, ગુજરાતમાં નહીં દેખાય

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવા વર્ષ વિક્રમ સંવત 2078ના આખા વર્ષ દરમિયાન પાંચ ગ્રહણ સર્જાવાના છે જેમાંથી ભારત અને ગુજરાતમાં માત્ર એક જ ગ્રહણ દેખાશે. શુક્રવારે 19 નવેમ્બરે કારતક સુદ પૂનમે આંશિક ચંદ્રગ્રહણ થવાનું છે. ગુજરાતમાં ચંદ્રગ્રહણ દેખાવાનું નહીં હોવાથી ધાર્મિક રીતે પાળવાનું નહીં હોવાનું પંડિતો જણાવે છે. વિક્રમ સંવત 2078ના વર્ષના અંતમાં આસો વદ અમાસના મંગળવા૨ તા.25 ઓક્ટોબરના રોજ સૂર્યગ્રહણ તુલા ૨ાશિમાં ભા૨ત તથા ગુજ૨ાતમાં દેખાશે તેથી ધાર્મિક દૃષ્ટિએ પાળવાનું ૨હેશે. આમ નવા વર્ષમાં આખા વર્ષ દરમિયાન માત્ર એક જ સૂર્યગ્રહણ ભારત અને ગુજરાતમાં દેખાશે.

19મીએ શુક્રવારનું આંશિક ચંદ્રગ્રહણ પશ્ચિમ આફ્રિકા, પશ્ચિમ યુરોપ, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા અને એટલાન્ટિક મહાસાગરમાં દેખાશે. ગ્રહણનો મોક્ષ ચંદ્રોદયના સમયે ઓસ્ટ્રેલિયા, ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ, ભારતના પૂર્વોત્તર વિસ્તાર, ચીન અને રશિયામાં મળશે. ભારતીય સમયાનુસાર ગ્રહણ બપોરે 12:48 વાગ્યે શરૂ થશે, મધ્ય કાળ બપોરે 2:22 વાગ્યે અને મોક્ષ સાંજે 4:17 વાગ્યે થશે.આ ગ્રહણ વૃષભ રાશિમાં થઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...