બેઠક:આજે 109 દરખાસ્તની જમ્બો સ્ટેન્ડિંગ મિનિટોમાં પૂરી થશે

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરના રોડ મરામત માટે 30 કરોડ, 13 સર્કલને ખાનગી પેઢીઓને સોંપી દેવાશે

મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક સોમવારે મળનારી છે. ચૂંટણી પહેલા પેન્ડિંગ કામો ચાલુ કરાવવા અને પુરા કરવવાની હોડમાં પ્રથમ વખત એકસાથે 109 દરખાસ્ત સામેલ કરાઈ છે જોકે તેના પર લાંબી ચર્ચા થવાને બદલે ગણતરીની મિનિટોમાં જ પૂરી કરી દેવાશે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 30 કરોડ રૂપિયાના કામો રસ્તાની મરામત માટે ખર્ચ કરાશે જેમાં એક્શન પ્લાનના રોડ સામેલ છે. આ ઉપરાંત શહેરના જુદા જુદા 13 સર્કલને પીપીપી ધોરણે ખાનગી એજન્સીઓને સોંપવાનો હુકમ કરાશે.

આ કારણે સર્કલ પર એજન્સીઓ પોતાની જાહેરાત કરી શકશે જોકે તેનો ઉપયોગ મોટાભાગે ચૂંટણીમાં રાજકીય પક્ષો કરે તેવી પૂરી શક્યતા છે. આ ઉપરાંત ભરતીના નિયમોમાં ફેરફાર કરવામાં આવશે. સેનિટરી ઈન્સ્પેક્ટરની ભરતીના નિયમો તેમજ સફાઈ કામદારોમાં રહેમરાહે નોકરીની દરખાસ્તો થશે.

આ ઉપરાંત રિક્રૂટમેન્ટ રુલ્સમાં વેરા વસૂલાત શાખામાં આકારણી માટે સરવેનું કામ કરતા ટેક્નિકલ આસિ. કે જેને પ્રમોશન માટે કોઇ જોગવાઈ અપાઈ નથી તેના માટે નિયમોમાં ફેરફાર કરીને તેઓ પણ આસિ. ઈજનેરનું પ્રમોશન મેળવી શકે તેવો ઠરાવ કરાશે અને ટેક્નિકલ આસિસ્ટન્ટને બદલે વર્ક આસિસ્ટન્ટ તરીકે ઓળખાશે.

અન્ય સમાચારો પણ છે...