તૈયારી:આજે રાજકોટ મનપાનું જનરલ બોર્ડ, કોંગ્રેસ કોરોના મુદ્દે આક્રમક બનશે

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસના 21 અને ભાજપના 20 નગરસેવકના 81 પ્રશ્ન પર બોલશે તડાપીટ

રાજકોટ મનપાની સામાન્ય સભામાં મેયરે 19 નવેમ્બરે બોલાવ્યું છે. જેમાં કોંગ્રેસના 21 કોર્પોરેટરના 59 પ્રશ્ન અને ભાજપના 20 નગરસેવકના 22 પ્રશ્ન મળી 81 પ્રશ્ન રજૂ કરવામાં આવશે. જો કે પ્રથમ પ્રશ્ન ભાજપના નગરસેવક મનીષ રાડિયાનો કોમર્શિયલ વેરામાં આપવામાં આવેલી રાહત અંગે છે, પરંતુ બોર્ડમાં કોંગ્રેસ કોરોના અને ચોમાસાના કારણે શહેરમાં ધોવાઇ ગયેલા રસ્તાઓ અંગે આક્રમક વલણ અપનાવે તેવી સંભાવના છે. બોર્ડમાં કાર્યસૂચિમાં વર્ષ 2021 માટે મિલકત વેરામાં વળતર યોજનામાં સુધારો કરવા, વોર્ડ નં.3માં ગેબનશાહ પીર દરગાહ રોડ પર આવેલા જાહેર યૂરિનલ દૂર કરવા, રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનમાં સીધી ભરતીથી નિમણૂક મેળવનાર સિવિલ એન્જિનિયરમાં અનુસ્નાતક થયેલા નાયબ કાર્યપાલક ઇજનેર વી.સી. રાજ્યગુરુ અને મદદનીશ ઇજનેર આર.આર. રૈયાણી તેમજ એમ.આર. શ્રીવાસ્તવને સરકારના 3 ઓગસ્ટ 1988ના ઠરાવ મુજબ નવી નિમણૂકની જગ્યાના પગારધોરણમાં પ્રારંભિક ત્રણ વાર્ષિક અગ્રીમ ઇજાફા આપવા અંગે પુન: વિચારણા કરવા, વોર્ડ નં.3માં રેલનગર વિસ્તારમાં ભારત પેટ્રોલપંપ પાસેના ચોકનું સ્વ.બાલસિંહજી દેવસિંહજી સરવૈયા ચોક નામકરણ કરવા અને આજી ડેમ પાછળ કિસાન ગૌશાળા પાસે મનપાના અર્બન ફોરેસ્ટને રામવન નામકરણ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...