તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણીનો સંગ્રહ:આજી ડેમ 19.50 ફૂટ ભરેલો હજુ 60 દિવસથી વધુ ચાલે તેટલું પાણી

રાજકોટ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ચોમાસા પૂર્વે રાજકોટ જિલ્લાના 25 ડેમમાં 50 ટકા પાણી
  • લાલપરીમાં 50 ટકા, આજી-3માં 42.62 ટકા જેટલો જળજથ્થો છે

ચોમાસા પૂર્વે હાલ તમામ ડેમોની સ્થિતિ ઉપર તંત્ર દ્વારા ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે ત્યારે સિંચાઈ વિભાગના અધિકારી સાથે વાતચીત દરમિયાન એ વાત સામે આવી હતી કે, રાજકોટ જિલ્લાના 25 ડેમ હાલ 50 ટકા ભરાયેલા છે, જેમાં રાજકોટની જીવાદોરી સમાન આજી-1 શનિવારની સ્થિતિએ 19.50 ફૂટ ભરાયેલો છે. જેમાં હજુ 2 માસથી વધુ ચાલે તેટલો જથ્થો છે. જ્યારે ન્યારી-1 ની હાલની સ્થિતિ 15.50 ફૂટની છે. આજી-2 કે જેમાં સમગ્ર શહેરનું ડ્રેનેજનું પાણી સંગ્રહિત થાય છે તેથી આ ડેમ 100 ટકા ભરેલો રહે છે.

પ્રાપ્ત માહિતી મુજબ કરમાળ, વાછપરી, છાપરવાડી-2 ના ગેટ રિપેરિંગનું કામ કરતા પાણી છોડવામાં આવ્યું હતું, જેના પગલે ડેમમાં પાણી છોડવામાં આવતા જથ્થામાં ઘટાડો થયો છે.સિંચાઈ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ જ્યારે ડેમ ઓવરફ્લો થવાની શક્યતા વધે તે સમયે નીચાણવાળા વિસ્તારના લોકોનું સ્થળાંતર કરવામાં આવે છે, સાથોસાથ ડેમની સપાટી જ્યારે 70 ટકાએ પહોંચે અથવા રૂલલેવલ પર પહોંચે તે સમયે આ નિર્ણય લેવામાં આવતો હોય છે.

જે માટે પ્રાંત, મામલતદાર અને સરપંચને પણ તાકીદ કરવામાં આવે છે અને લોકોની સલામતી જળવાય તે માટેના પ્રયત્નો પણ કરવામાં આવે છે. સામે ડોંડી, ગોંડલી, વાછપરી, છાપરવાડી-1 અને 2, અને કરમાળમાં 10 ટકાથી પણ ઓછા પાણીનો સંગ્રહ થયેલો છે. જ્યારે લાલપરીમાં 50 ટકા, આજી-3માં 42.62 ટકા જેટલું પાણી સંગ્રહિત થયેલું છે.

સુજલામ સુફલામ યોજના હેઠળ જિલ્લાના જે મુખ્ય જળાશયો છે તેને ભરવામાં આવ્યા છે, જેથી ચોમાસું મોડું થાય તો લોકોને પીવાના પાણીમાં કોઈ વધુ તકલીફ ન પડે. ત્યારે હાલની સ્થિતિને જોતો રાજકોટ જિલ્લાના જે 25 ડેમ છે તેની ક્ષમતા 50 ટકા જેટલી છે, જેથીચોમાસા સુધી પાણીનો પ્રશ્ન જિલ્લાને નહિ સતાવે.

અન્ય સમાચારો પણ છે...