કોરોના રાજકોટ LIVE:આજે રાજકોટ કોરોનામુક્ત, એક પણ કેસ નોંધાયો નહીં, કોવિશિલ્ડનો ડોઝ ખતમ થતા લોકોના કેન્દ્રો પર ધક્કા થયા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 42807 પર પહોંચી

રાજકોટમાં કોરોના કેસની સંખ્યા દિવસેને દિવસે ઘટતી જાય છે. ગઈકાલે શહેરમાં 1 કેસ નોંધાયો હતો. જ્યારે આજે એક પણ કેસ ન નોંધાતા શહેર કોરોનામુક્ત થયું છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 42807 પર પહોંચી છે. રિકવરી રેઇટ 98.90 નોંધાયો છે. તેમજ અત્યાર સુધીમાં 13,11603 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજે માત્ર કોવેક્સિનનો 31 સેશન સાઇટ પર અને બીજો ડોઝ બે સાઇટ પર આપવામાં આવી રહ્યો છે. રાજકોટ મહાનગરમાં વેક્સિનેશનની કામગીરી ખૂબ જ નોંધપાત્ર બની છે અને પૂરા રાજ્યની સિધ્ધિમાં મહત્વનું યોગદાન પણ આપ્યું છે. ત્યારે ગઇકાલથી રાજકોટને કોવિશિલ્ડ રસી મળવાનું બંધ થઇ જતા ફરી ચિંતા જાગી છે.

અનેક કેન્દ્રો પર લોકોને ધક્કા થયા હતા
આ કારણે આજે રાજકોટમાં કોવિશિલ્ડનું રસીકરણ બંધ કરાતા અનેક કેન્દ્રો પર લોકોને ધક્કા થયા હતા. મનપાએ આજે કોવિશિલ્ડના બદલે કોવેક્સિનનું રસીકરણ કરવું પડ્યું હતું. આજે રાજકોટ મનપા પાસે કોવિશિલ્ડનો એક પણ ડોઝનો જથ્થો વધ્યો નથી ત્યારે આજે સાંજે સરકારમાંથી નવા સ્ટોકની ફાળવણી થઇ જશે તેવું આરોગ્ય અધિકારીએ કહ્યું છે. મહાપાલિકાને રાબેતા મુજબ દરરોજ મળતો કોવિશિલ્ડનો જથ્થો બે દિવસથી મળ્યો નથી. ગઇકાલે મનપાએ બચાવેલા કોવિશિલ્ડ ડોઝમાંથી 6044 નાગરિકોનું રસીકરણ કર્યું હતું. રસીની એક વાયલમાંથી સામાન્ય રીતે 10 ડોઝ નીકળે છે પરંતુ મનપાનો કાબેલ આરોગ્ય સ્ટાફ ઘણી વખત 11 ડોઝ પણ કાઢીને ઉપયોગ કરે છે.

આજે 5562 લોકોએ રસી લીધી
રાજકોટ શહેરમાં આજે સાંજ સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 18થી 44 વર્ષના 3868 અને 45 વર્ષથી મોટી ઉંમરના 1694 સહિત કુલ 5562 નાગરિકોએ રસી લીધી હતી.

31 સેશન સાઇટ પર કોવેક્સિન રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવી રહ્યો છે
1) સિવિલ હોસ્પિટલ
2) પદ્મકુંવરબા હોસ્પિટલ
3) શ્યામનગર આરોગ્ય કેન્દ્ર
4) ચાણક્ય સ્કૂલ– ગીત ગુર્જરી સોસાયટી
5) નંદનવન આરોગ્ય કેન્દ્ર
6) શિવશક્તિ સ્કુલ
7) નાનામવા આરોગ્ય કેન્દ્ર
8) મવડી આરોગ્ય કેન્દ્ર
9) શાળા નં.84, મવડી ગામ
10) આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર
11) શાળા નં.28, વિજય પ્લોટ
12) સિટી સિવિક સેન્ટર- અમીન માર્ગ
13) સદર આરોગ્ય કેન્દ્ર
14) અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર
15) શેઠ હાઈસ્કૂલ
16) રામનાથપરા આરોગ્ય કેન્દ્ર
17) ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર
18) શાળા નં.61, હુડકો
19) શાળા નં.20 બી, નારાયણનગર
20) જંક્શન આરોગ્ય કેન્દ્ર
21) માધાપર આરોગ્ય કેન્દ્ર
22) રેલ્વે હોસ્પિટલ
23) મોરબી રોડ, કોમ્યુનિટી હોલ
24) ભગવતી પરા આરોગ્ય કેન્દ્ર
25) આદિત્ય સ્કૂલ –32 (IMA આરોગ્ય કેન્દ્ર)
26) સરદાર સ્કુલ, સંત કબીર રોડ
27) રામપાર્ક આરોગ્ય કેન્દ્ર
28) શ્રી ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર
29) પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર
30) કોઠારીયા આરોગ્ય કેન્દ્ર
31) તાલુકા શાળા (BRC) ભવન

2 સેશન સાઈટ કોવેક્સિન રસીનો બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે
1) શાળા નં.47, મહાદેવ વાડી, લક્ષ્મીનગર
2) શાળા નં.49 બી, બાબરીયા કોલોની, અયોધ્યા ચોક

અન્ય સમાચારો પણ છે...