ગ્રાઉન્ડ રિપોર્ટ:સોનાના સિક્કા અને દાગીના લગોલગ વેચાયા, રિયલ એસ્ટટમાં રેકર્ડબ્રેક બુકિંગ

રાજકોટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
સોની બજારમાં લોકો ખરીદી કરવા ઉમટ્યા. - Divya Bhaskar
સોની બજારમાં લોકો ખરીદી કરવા ઉમટ્યા.
  • રાજકોટની સોની બજારના સોના-ચાંદીના દાગીના દેશ-વિદેશમાં પ્રખ્યાત
  • બુકિંગ બાદ આજે પણ વાહનોની ડિલિવરી અને જમીન-મકાનના મુહૂર્ત સોદા થશે

આજે અક્ષય તૃતિયાનો શુભ પર્વ છે. આજે કોઈ પણ મુહૂર્ત જોયા વગર સોનુ-ચાંદી ખરીદવાનો દિવસ છે. આજના દિવસે સોનુ-ચાંદી ખરીદવું શુભ માનવામાં આવે છે. ત્યારે રાજકોટમાં પણ લોકો સોના-ચાંદીના દાગીના ખરીદવા જ્વેલર્સમાં ઉમટી પડ્યા છે. સવારથી જ રાજકોટિયનો સોનુ-ચાંદી ખરીદી રહ્યા છે. રાજકોટમાં આજે સોનાના એક તોલાનો ભાવ 49,000 છે. આથી લોકો સોના-ચાંદીની ધૂમ ખરીદી કરી રહ્યા છે. હાલ લગ્નની સીઝન પણ ચાલી રહી હોવાથી લોકો આજના દિવસે સોના-ચાંદીના દાગીના ખરીદી રહ્યા છે.

સોની બજારમાં ભીડ જોવા મળી
રાજકોટના સોના-ચાંદીના દાગીના દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. તેમાંય સોના બજાર એટલે સોના-ચાંદીનું હબ માનવામાં આવે છે. પેલેસ રોડ પર આવેલી સોની બજારમાં આજે સવારથી જ લોકોની ભીડ જોવા મળી રહી છે. સોના-ચાંદીના દાગીનાના શો-રૂમમાં રાજકોટીયનો ઉમટી પડ્યા છે. આજના દિવસે રાજકોટમાં જ કરોડો રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની ખરીદી લોકો દ્વારા કરવામાં આવશે. સવારથી જ ખરીદી નીકળતા સોના-ચાંદીના વેપારીઓમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે.

લોકો સવારથી જ સોના-ચાંદીની ખરીદી કરવા ઉમટી રહ્યા છે.
લોકો સવારથી જ સોના-ચાંદીની ખરીદી કરવા ઉમટી રહ્યા છે.

ઘરમાં લક્ષ્મીજીનો વાસ કરાવવા લોકો સોનાની ખરીદી કરે છે
સોનુ ખરીદવા આવેલી એક મહિલાએ જણાવ્યું હતું કે, આજે અક્ષય તૃતિયાનો શુભ દિવસ છે. જે લોકો વિચારતા હોય કે, શુભ મૂહૂર્તમાં જ સાના-ચાંદીના દાગીનાની ખરીદી કરવી જોઇએ તેઓ માટે આજે આખો દિવસ વણજોયું મુહૂર્ત છે. લગ્ન માટે પણ આજે સારું મુહૂર્ત છે. ઘરમાં લક્ષ્મીજીનો વાસ કરાવવા માટે આપણે સોનાની ખરીદી કરતા હોઇએ છીએ. આથી હું આજે સોનુ ખરીદવા આવી છું.

આ વખતે ખરીદી વધુ રહી
સામાન્ય રીતે ઓટોમોબાઇલ માર્કેટમાં અષાઢીબીજ, દિવાળી, જન્માષ્ટમી જેવા મોટા તહેવારમાં ખરીદી વધુ રહેતી હોય છે, પરંતુ આ વખતે પહેલીવાર એવું બન્યું હતું કે અખાત્રીજે પણ સવારથી લઇને સાંજ સુધી વેપાર રહ્યો હતો. હાલ રો-મટિરિયલ્સના ભાવ અને ચિપની અછતના કારણે વાહનમાં એક એક મહિનાનું વેઈટિંગ હોવાનું ડીલર સંજયભાઈ ડાંગર જણાવે છે.

કઇ વસ્તુનું કેટલું વેચાણ
25 - કિલો લગડી, બિસ્કિટ, સિક્કાનું વેચાણ
25 - કિલો દાગીના વેચાયા હતા
250 - થી 300 કિલો સુધી ચાંદીમાં વેપાર થયો
2.50 - રિયલ ડાયમંડમાં 2.50થી 2.45 કરોડ સુધીનો વેપાર
2000 - 2000થી વધુ ટુ વ્હિલર, ફોર વ્હિલરનું વેચાણ