સુવિધા:રાજકોટમાં ભાઈબીજના દિવસે બહેનોની સિટી અને BRTS બસમાં ફ્રી મુસાફરી, કહ્યું- મારા ભાઈનું ઘર 4 કિ.મી. દૂર છે, કોર્પોરેશનના કારણે સમયસર પહોંચી

રાજકોટ23 દિવસ પહેલા
મનપા દ્વારા સિટી બસ અને બી.આર.ટી.એસ. બસ સેવા ઉપલબ્ધ
  • ભાઈબીજ, રક્ષાબંધન અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મનપા દ્વારા મહિલાઓને ફ્રીમાં મુસાફરી કરાવવામાં આવે છે

રાજકોટ મનપા દ્વારા ભાઈબીજ, રક્ષાબંધન અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની સિટી બસ સેવા તથા BRTS બસ સેવામાં તમામ મહિલાઓ ફ્રીમાં મુસાફરી કરવાની સુવિધા આપવામાં આવે છે. ત્યારે આજે ભાઈબીજના દિવસે મહિલાઓ સિટી અને BRTS બસમાં ફ્રીમાં મુસાફરી કરાવવાનો નિર્ણય મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવ્યો છે. આ અંગે લાભાર્થી મહિલાએ જણાવ્યું હતું કે, ભાઈબીજની ઉજવણી કરવા હું મારા ભાઈના ઘરે જઈ રહી છું. તેનું ઘર 4 કિ.મી. દૂર છે. પણ સિટી બસના કારણે હું સમયસર પહોંચી જઈશ. કોર્પોરેશનનો આભાર કે અમને આજે ફ્રી સેવા આપી.

સિટી બસ સેવા તથા BRTS બસ સેવામાં તમામ મહિલાઓ ફ્રીમાં મુસાફરી કરવાની સુવિધા અપાઈ
સિટી બસ સેવા તથા BRTS બસ સેવામાં તમામ મહિલાઓ ફ્રીમાં મુસાફરી કરવાની સુવિધા અપાઈ

મનપા દ્વારા સિટી બસ અને બી.આર.ટી.એસ. બસ સેવા ઉપલબ્ધ
રાજકોટ શહેરના લોકોને શહેરી પરિવહન સેવા પૂરી પાડવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ અને બી.આર.ટી.એસ. બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકાની કંપની રાજકોટ રાજપથ લી. (SPV) દ્વારા કરવામાં આવી રહ્યું છે. બંને બસ સેવાનો હાલ 40 હજારથી વધુ શહેરીજનો દ્વારા લાભ ઉઠાવવામાં આવી રહ્યો છે. ત્યારે આજે ભાઇબીજના પવિત્ર તહેવારના દિવસે સિટી બસ અને બી.આર.ટી.એસ. બસમાં મહિલાઓ ફ્રીમાં મુસાફરી શકશે.

સિટી બસના કારણે હું સમયસર પહોંચી જઈશ : લાભાર્થી મહિલા
સિટી બસના કારણે હું સમયસર પહોંચી જઈશ : લાભાર્થી મહિલા

પુરૂષ મુસાફરોએ રાબેતા મુજબ ટિકિટ લેવાની રહશે
આજે ભાઇબીજ નિમિત્તે આ બંને બસ સેવાનો વધુને વધુ લોકો લાભ લે તેવા હેતુથી માત્ર મહિલાઓ માટે ભાઇબીજ નિમિત્તે ફ્રી બસ સેવા પૂરી પાડવા નક્કી કરવામાં આવ્યું છે. કાલે દિવસ દરમિયાન કોઇ પણ રૂટ પર ગમે તેટલી વખત ફક્ત મહિલા મુસાફરો ફ્રીમાં મુસાફરી કરી શકશે. જ્યારે પુરૂષ મુસાફરોએ તેઓની મુસાફરી અન્વયે રાબેતા મુજબ જ નિયત દરની ટિકિટ લેવાની રહેશે.

પુરૂષ મુસાફરોએ નિયત દરની ટિકિટ લેવાની રહેશે
પુરૂષ મુસાફરોએ નિયત દરની ટિકિટ લેવાની રહેશે

બહોળી સંખ્યામાં મહિલાઓ આ સેવાનો લાભ લે તેવો અનુરોધ
આ અંગે આજે રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો.પ્રદીપ ડવ અને કમિશનર તરફથી જાહેરાત કરવામાં આવી છે. તેમજ બહોળી સંખ્યામાં મહિલા મુસાફરો દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની આ નિ:શુલ્ક પરિવહન સેવાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.